શહેરીજનોને ટુર્નામેન્ટ નિહાળવા આયોજકોનું આમંત્રણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઈસ્માઈલી સમુદાયમાં ટીમ વર્કની ભાવનાને ઉજાગર કરવા આગામી તા. 1 ફેબ્રુઆરીથી બે દિવસ પ્રીમિયર 2.0નું ધમાકેદાર આયોજન આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, બાલાજી વેફર્સ, આસ્થા વિલા ન્યારી ડેમ પાસે, વાગુદડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમુદાયમાં એકતા બને તે ઉદ્દેશ સાથે આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો છે.
પ્રીમિયર લીગ 2.0ને યાદગાર ઈવેન્ટ બનાવવા પરવેઝ માખાણી, મિલન પ્રેમાણી, અલ્મીન નાયાણી, નસરૂ વઢવાણિયા, રિયાજ મેઘાણી અને અરમાન વિસાણી સહિતના ટીમ મેમ્બરો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.