ચીફ ઓફિસર અને સેનીટેશન ઇન્સ્પેકટર ભૂગર્ભમાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પણ પાટડી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ભૂગર્ભ ગટરના સંપમાં ઉતરી તેઓની પાસે ગટર સફાઈ કરતી હતી. જ્યારે ગત સોમવારે પાટડી નગરપાલિકાની હદ્દના આવેલી ભૂગર્ભ ગટર સફાઈ કરવા માટે ગટરમાં ઉતરેલ બે યુવાનો મોતને ભેટ્યા હતા જે મામલે મૃતકના પરિવારજનો દ્વારા પાટડી પોલીસ મથકે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનીટેશન ઇન્સ્પેકટર હર્ષદભાઈ તથા મુખ્ય કોન્ટ્રાકટર સંજય પટેલ વિરૂદ્ધ ગુન્હો નોંધાયો હતો જ્યારે પોલીસે અધિકારી સહિત કોન્ટ્રાકટર પર ગુન્હો નોંધી કોન્ટ્રાકટર સંજય પટેલની અટકાયત પણ કરી લીધી હતી અને પૂછપરછ શરૂ કરાઇ હતી જ્યારે આ તરફ પાટડી નગરપાલિકાની બેદરકારીના લીધે થયેલ કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓની ગેસ ગળતર લીધે મોત થતા મૃતકોના પરિવારજન દ્વારા નગરપાલિકાના અધિકારી પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે.



