રાષ્ટ્રગાન પોર્ટલ પર ‘રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો’ની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રભાવનાને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર: રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં લોકો કરશે રેકોર્ડિંગ
૧૫ ઓગસ્ટ નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતની અનોખી પહેલ: રાજકોટ જિલ્લાના તમામ ૫૯૫ ગામોમાં વૃક્ષારોપણનું આયોજન: પ્રમુખ ભૂપતભાઈ બોદર
“આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ખેરડી – ગઢકા રોડનું ખાતમુહુર્ત: ગ્રામજનોની સુવિધામાંઓમાં વધુ એક વધારો
૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના વરદ હસ્તે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સવારે ૯:૧૫ કલાકે ધ્વજવંદન:
સ્વતંત્રતા દિવસ પહેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘રાષ્ટ્રગાન પોર્ટ’લ પર “રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો” માટે એક ઓનલાઈન પોર્ટલ rashtragaan.in બનાવ્યું છે જ્યાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રગીત ગાતા પોતાના વીડિયો રેકોર્ડ અને અપલોડ કરી શકે છે. આ કાર્યક્રમનો ઉદેશ “વધુમાં વધુ ભારતીય”ને સાથે મળીને રાષ્ટ્રગીત ગાવા મળે અને રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટેનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની રાષ્ટ્રભાવનાની આ પહેલને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ ગ્રામજનોને રાષ્ટ્રગીત રેકોર્ડ કરવા માટે અપીલ કરવામાં આવી છે અને તેનો ખુબજ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. દરેક ગામમાંથી લોકો ઓનલાઈન પોર્ટલ પર રાષ્ટ્રગીત રેકોર્ડ કરાવી રહ્યા છે.
આ ઉપરાંત આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ “આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે” રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજકોટ જિલ્લાના તમામ ૫૯૫ ગામોમાં એક જ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય આશય હાલ ૨૧મી સદી માં પૃથ્વી પર “ગ્લોબલ વોર્મીગ”ની અસર ખુબ જ વધી ગયેલ છે અને તેને રોકવા માટે આપણી પાસે વૃક્ષો ઉછેરવા એ જ માત્ર ઉત્તમ ઉપાય છે. વૃક્ષ વિશ્વના જીવોનો આધાર અને પ્રાણીઓનો પ્રાણ છે. વૃક્ષના ફળ, ફૂલ, છાલ અને છેલ્લે તેનું લાકડું પણ ઉપયોગી છે તે રીતે આપણું સમગ્ર જીવન વૃક્ષની આસપાસ ગુંથાયેલું છે. આપણી સંસ્કૃતિમાં તુલસીને માતા, વડને પિતા જેવી ઉપમા આપવામાં આવી છે અને તે દ્રષ્ટિએ આપણી સંસ્કૃતિ વૃક્ષોને પણ જીવંત ગણવાની છે. આવનારી પેઢી ને વૃક્ષો નું આ મહત્વ અને જતન સમજાવવા આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “પર્યાવરણ બચાવો અભિયાન” અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં આ રીતે પ્રથમવાર એક સાથે તમામ ૫૯૫ ગામોમાં વૃક્ષારોપણ થશે તેમજ ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ભારતની સ્વતંત્રતા ચળવળના દરેક શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી ગ્રામજનોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન કરવામાં આવશે .
- Advertisement -
આ ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડિંગને લાઈટિંગ થી શણગારવામાં આવશે. ૧૫ ઓગસ્ટના સવારે ૯:૧૫ કલાકે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૨ કરોડ ૫૦ લાખના ખર્ચે મંજુર થયેલ ખેરડી – ગઢકા રોડનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ રોડ તૈયાર થયા બાદ ખેરડી અને ગઢકા ગામના લોકોની પ્રાથમિક સુવિધામાંઓમાં વધારો થશે અને જીવનધોરણ ઊંચું આવશે.


