રાજકોટ- ગુજરાત સરકાર દ્વારા ચાલુ વૃષ ૨૦૨૧-૨૨ દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ”નું આયોજન કરાયેલ છે. જે અન્વયે રાજકોટ ખાતે કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ શહેર સંચાલીત ૬૦ વર્ષથી ઉપરની વયના સીનીયર સીટીઝનો માટે શુટીંગ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટીકસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક રાજકોટ શહેરના સીનીયર સીટીઝન ભાઇઓ /બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર બ્લોકનં-૨, સાતમો માળ, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ શહેર ખાતેથી મેળવી તા. ૦૫/૦૯/૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોકટરનું ફીનેશનું સર્ટીફિકેટ તથા આધાર કાર્ડ નકલ સાથે આપવાનું રહેશે. સમયમર્યાદામાં મળેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમની જાણ કરવામાં આવશે જેની નોંધ લેવા તથા વધુ વિગતો માટે ફોનં- ૦૨૮૧-૨૪૪૨૩ પરથી મેળવવા જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ શહેરની યાદીમાં જણાવાયું છે.
“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે રાજકોટ શહેર સીનીયર સીટીઝન રમતમ સ્પર્ધા ૨૦૨૧-૨૨નું કરાયેલું આયોજન
You Might Also Like
Follow US
Find US on Social Medias