ઝાફર’સ ટીનાં ઉદ્દઘાટનમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ચા પ્રેમીઓ ઉમટી પડ્યા
આરાધના ગ્રુપ – ઝાફર ચાનો આગવો ટેસ્ટ હવેથી પેડક રોડ પર પણ મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથી ચારેક દસક અગાઉ રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર ડી.એચ. કોલેજ સામે શરૂ થયેલી ઝાફર’સ ટી અતિ લોકપ્રિય બની તેના આઉટલેટ ધીમેધીમે શહેરભરમાં ખુલવા લાગ્યા છે. ઝાફરની ચા તરીકે ગામેગામ પ્રખ્યાત થયેલી આરાધના ટી શોપ પર ચા-નાસ્તો કરવા લોકોને બહુ દૂર ન જવું-આવવું પડે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં એક પછી એક ઝાફર’સ ટીના આઉટલેટ શરૂ થવા લાગ્યા છે. હમણાં જ રાજકોટના જે.કે. ચોક પાસે ઝાફર’સ ટીના ઉદ્દઘાટન બાદ ઝાફર’સ ટીના 9મા આઉટલેટનું ઉદ્દઘાટન પારુલ ગાર્ડનની સામે રણછોડનગર સોસાયટી, નવા આશ્રમ રોડ, પેડક રોડ પાસે થયું છે. રાજકોટના ડી.એચ. કોલેજ પાસે મળતી ઝાફર ચા એટલે કે ઝાફર ચાવાળાના આરાધના ગ્રુપના વધુ એક નવા સોપાનનો શુભારંભ આજરોજ પારુલ ગાર્ડનની સામે રણછોડનગર સોસાયટી, નવા આશ્રમ રોડ, પેડક રોડ પાસે થયો છે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં ચા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટૂંકસમય પહેલા ડી.એચ. કોલેજની ઝાફર ચા એટલે કે ઝાફર ચાવાળાના આરાધના ગ્રુપ દ્વારા ઝાફર’સ ટી નામથી નવું સોપાન શરૂ કરવામાં આવ્યું હતું. ટૂંકાગાળામાં ઝાફર’સ ટીને એટલી સફળતા મળી ગઈ છે કે હવે તેઓ ડી.એચ. કોલેજ, રૈયારોડ આમ્રપાલી ફાટક, અયોધ્યા ચોકમાં વન વર્લ્ડ, બસ પોર્ટ પાછળ, જે.કે. ચોક પાસે ઉપરાંત પોતાના પારુલ ગાર્ડનની સામે રણછોડનગર સોસાયટી, નવા આશ્રમ રોડ, પેડક રોડ આઉટલેટનો શુભારંભ કરી ચૂક્યા છે. પારુલ ગાર્ડનની સામે રણછોડનગર સોસાયટી, નવા આશ્રમ રોડ, પેડક રોડ શરૂ થઈ ગયેલા ઝાફર’સ ટીમાં ચા ઉપરાંત વિવિધ પીણા અને નાસ્તા મળશે. એટલું જ નહીં, અહીં સિટિંગ કરીને ચાની ચૂસ્કી લેતા લેતા મિટીંગ કરવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ઝાફર’સ ટીનું ઈન્ટીયર પણ નાની-મોટી બાબતને ધ્યાનમાં રાખી ચા લવર્સ માટે સ્પેશિયલ ડિઝાઈન કરી બનાવવામાં આવ્યું છે.
- Advertisement -



