વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન વિકસતી જાતિના ૩ લાખથી વધુ લોકોને ૩૮ કરોડથી વધુ રકમની સહાય ચુકવાઇ.
૨૪૦૦૦ થી વધુ જાતિના પ્રમાણપત્રો કચેરી ખાતેથી વિદ્યાર્થીઓને અપાયા.
- Advertisement -
શિષ્યવૃતિ, વિદેશ અભ્યાસ,મકાન સહાય, લગ્ન સહાય તેમજ જાતિના પ્રમાણપત્રો સહિતના વિવિધ યોજનાકીય લાભો અપાયા.
રાજકોટ – રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત વિકસતી જાતિ વિભાગ દ્વારા પછાત વર્ગના લોકોના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ હેઠળ રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ જુલાઈ માસ સુધીમાં ૩ લાખથી વધુ લોકોને રૂ. ૩૮ કરોડ જેટલી રકમના લાભો તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
રાજકોટ જિલ્લામાં પ્રીમેટ્રિક શિષ્યવૃતિ યોજના તળે ૨,૭૯,૯૭૨ વિદ્યાર્થીઓને રૂ. ૧૯૩૬.૦૩ લાખની સહાય, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના તળે ૨૫,૮૭૪ લોકોને રૂ. ૧૩૧૫.૯૧ લાખની સહાય, બેંકેબલ યોજના હેઠળ ૮ લાભાર્થીઓને રૂ. ૬૧ હજાર, મકાન સહાય યોજના તળે ૨૧૮ લાભાર્થીઓને ૨૪૨.૭૧ લાખની સહાય, કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ ૨૦૦૮ લાભાર્થીઓને રૂ.૨૦૧.૫૬ લાખ, સાત ફેરા સમૂહ યોજના હેઠળ ૨૯૯ લાભાર્થીઓને રૂ. ૩૫.૭૧ લાખની સહાય મળી કુલ રૂ. ૩૮૩૩.૦૩ લાખની રકમની ફાળવણી કરવામાં આવી છે.
- Advertisement -
આ સાથે સામાજિક શૈક્ષણિક જાતિના ૧૨૭૯૨, નોન ક્રિમીલેયરના ૭૧૨૯, ધાર્મિક લઘુમતીના ૩૭૫, વિચરતી વિમુક્ત જાતિના ૧૨૧૯ તેમજ બિન અનામત જાતિના ૩૧૧૬ મળીને કુલ ૨૪૭૩૧ પ્રમાણપત્રો કચેરી ખાતેથી અપાયા હોવાનું જિલ્લા નાયબ નિયામકશ્રી, વિકસતી જાતિ રાજકોટની યાદીમાં જણાવ્યું છે.