લીલા શાકભાજીઓમાં ભરપૂર પ્રમાણમાં પોષણ તત્વો હોય છે અને પાલક લીલા શાકભાજીનો રાજા છે. પાલકનું જ્યૂસ ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે, સાથે જ હાડકાઓને પણ લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે.
પાલકના જ્યૂસના અદ્ભૂત ફાયદા
આયુર્વેદથી લઈને મોડર્ન સાયન્સ સુધી દરેક જગ્યાએ એક ગ્રીન જ્યૂસના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ જ્યૂસથી ત્વચા ચમકતી થાય છે, પાચન સ્વસ્થ બને છે અને હાડકા મજબૂત થાય છે. આ ગ્રીન જ્યૂસ શરીર માટે સુપરહીરો સાબિત થઈ શકે છે. આ ગ્રીન જ્યૂસ છે પાલકનું જ્યૂસ. પાલકને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે, પણ પાલકના જ્યૂસને પણ શરીર માટે વરદાન માનવામાં આવે છે. લીલા શાકભાજીઓમાં ભરપૂર પ્રમાણમાં પોષણ તત્વો હોય છે અને પાલક લીલા શાકભાજીનો રાજા છે. પાલકનું જ્યૂસ ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે, સાથે જ હાડકાઓને પણ લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે. ચાલો જાણીએ પાલકના જ્યૂસના અદ્ભૂત ફાયદા.
- Advertisement -
ત્વચા માટે વરદાન
પાલકનો જ્યૂસ એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જે ત્વચાને ચમકદાર અને યુવાન રાખે છે. તે ફ્રી રેડિકલને ઘટાડીને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. આ ઉપરાંત, તે ત્વચા પરના ખીલ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ મદદ કરે છે.
એનિમિયાથી રાહત આપે
પાલકનો જ્યૂસ આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. એનિમિયાથી પીડિત લોકો માટે તે કોઈ દવાથી ઓછું નથી. નિયમિતપણે પાલકનો જ્યૂસ પીવાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને લોહીની કમી દૂર થાય છે.
વાળ માટે ફાયદાકારક
જો વાળ નબળા હોય અથવા ખરતા હોય તો પાલકનો જ્યૂસ મદદ કરી શકે છે. તેમાં રહેલા વિટામિન A અને આયર્ન વાળના ગ્રોથને પ્રોત્સાહન આપે છે અને તેમને જાડા અને મજબૂત બનાવે છે.
- Advertisement -
આંખોની દૃષ્ટિ સુધારે
પાલકના જ્યૂસમાં વિટામીન A અને કેરોટીનોઈડ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની સુધારે છે. તે મોતિયા અને રેટિના સંબંધિત સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખે
પાલકમાં હાજર ફાઈબર પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલકનો રસ પેટનો ગેસ, એસિડિટી અને કબજિયાત દૂર કરે છે. ઉપરાંત, તે પાચનતંત્રમાં સુધારો કરીને શરીરને ડિટોક્સિફાય કરે છે
હાડકાંને મજબૂત બનાવે
પાલકના જ્યૂસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. તે ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.
પાલકનો જ્યૂસ બનાવવાની રીત
પાલકના પાનને ધોઈને મિક્સરમાં નાખો અને થોડું પાણી ઉમેરી જ્યુસ તૈયાર કરો. સ્વાદ માટે તેમાં લીંબુ અથવા મધ ઉમેરી શકો છો. પાલકનો રસ શરીરને સંપૂર્ણ પોષણ આપે છે.