આમ તો દેશમાં બેંકો અને ચલણને લગતા તમામ કામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરે છે. આરબીઆઈ ચલણ બહાર પાડે છે અને આ જેમાં આરબીઆઈ ગવર્નરની સહી હોય છે.
જો કે માત્ર 1 રુપીયાની નોટ અને સિકકો જ એક એવું ચલણ છે જે આરબીઆઈ જારી કરતું નથી. એવામાં મનમા આ સવાલ આવે કે તો આરબીઆઈના બદલે 1 ઋપિયાના સિકકા કોણ બહાર પાડે છે. તો જણાવી દઈએ કે 1 રુપિયાની નોટ અને સિકકા બનવવાનું કામ નાણાં મંત્રાલય ધ્વારા કરવામાં આવે છે.
- Advertisement -
એક રુપિયાનો સિકકો સ્ટેનલેસ સ્ટીલનો બને છે. તેનો વ્યાસ 21.93 મીમી. જાડાઈ 1.45મીમી અને વજન 3.76 ગ્રામ છે. વર્ષ 2018માં આરટીઆઈના જવાબમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે 1 રુપિયાનો સિકકો 1.11 રુપિયામાં બને છે. જયારે બે રુપિયાનો સિકકો 1.28 રુપિયામાં બને છે. 5 રુપિયાનો સિકકો 3.69 રુપિયામાં અને 10 રુપિયામાં બનાવવામાં આવે છે. આ સિકકાઓ મુંબઈ કોલકતા નોઈડા અને હૈદરાબાદમાં ઈન્ડિયન ગવર્નમેન્ટ ટંકશાળ (IGM)ખાતે બનાવવામાં આવે છે.