ગીલ – જયસ્વાલ – કોહલી ફરી ફલોપ : નીતીશ પ્રથમ બોલે ઉડયો
બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝના પાંચમા અને અંતિમ ટેસ્ટ મેચમાં પણ ભારતનો ધબડકો થયો હતો અને માત્ર 120 રનમાં 6 વિકેટો ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી, રાહુલ જેવા બેટરો ફરી ફલોપ ગયા હતા. સીડની ટેસ્ટમાં રોહિતને આરામ આપવા સાથે કેપ્ટનશીપ બુમરાહને સોંપવામાં આવી હતી તેણે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનુ પસંદ કર્યુ હતું. મોટો જુમલો ખડકવાનો ઇરાદો ઉંધો પડયો હોય તેમ ઓપનર રાહુલ 4 રને ઉડયો હતો.
- Advertisement -
જયસ્વાલ 10 રને આઉટ થતા ભારત 17 રનમાં બે વિકેટ ગુમાવી બેઠુ હતું, ગીલ – કોહલીએ 40 રનની ભાગીદારી કરી જયાં ગીલ 20 અને ત્યારબાદ કોહલી 17 રને આઉટ થયા હતા. નીતીશ રેડ્ડી શૂન્ય રને આઉટ થતા ભારત 120માં 6 વિકેટ ગુમાવી બેઠુ હતું જાડેજા અને સુંદર દાવમાં હતા.
કોહલીનું ફરી ‘ફ્લોપ’ પ્રદર્શન
જોકે લંચ બાદ રમત ફરી શરૂ થતાં વિરાટ કોહલીનું ફરી ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વખતે પણ તે બોલાન્ડની બોલિંગમાં વેબસ્ટરને કેચ આપી બેઠો. ફરી એકવાર તેના બેટને એજ અડી ગઇ અને થર્ડ સ્લિપમાં તેનો કેચ થઈ ગયો. કોહલી છેલ્લી ઘણી ઇનિંગમાં લગભગ આ રીતે જ આઉટ થતો જોવા મળ્યો છે. જોકે રોહિત શર્મા વગરની ટીમ ઈન્ડિયાને આજે વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી જેના પર લગભગ પાણી ફરી વળ્યું છે. ટીમ ઈન્ડિયાએ 76 રનમાં 4 વિકેટો ગુમાવી દીધી હતી.
- Advertisement -
ટીમ ઈન્ડિયાનો ધબડકો
કોહલીના આઉટ થયા બાદ જાડેજા અને પંતની જોડીએ કાંગારૂઓને હંફાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છેવટે ટીમનો ધબડકો થયો અને એક પછી એક 149 રનમાં 8 વિકેટો પડી ગઇ હતી. પંત 40 રન તો જાડેજા 26 રન કરી શક્યો હતો. તેના પછી ચોથી ટેસ્ટનો સ્ટાર નીતિશ રેડ્ડી આ વખતે ફ્લોપ રહ્યો અને શૂન્ય પર આઉટ થઈ ગયો. તેના બાદ વોશિંગ્ટન સુંદરે 14 રન કરીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને જસપ્રીત બુમરાહ ક્રીઝ પર છે. જેના બાદ પ્રસિદ્ધ કૃષ્ણા મેદાને આવ્યો હતો અને તે પણ 3 રન બનાવી આઉટ થઈ જતાં 168 રનમાં ટીમ ઈન્ડિયાની 9 વિકેટો પડી ગઇ હતી. મિચેલ સ્ટાર્કે તેનો શિકાર કર્યો હતો. ત્યારબાદ સિરાજ અને બુમરાહ મેદાને ક્રિઝ પર હતા. જેના બાદ થોડીવાર લડાયક બેટિંગ કરી બુમરાહે 22 રન ફટકારી દીધા હતા અને છેવટે તે પણ આઉટ થઇ જતાં 185 રનમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઇ હતી.




