સમયસર પગાર ન કરતા નાનાં કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી, ફાર્માસીસ્ટ,ઓપરેટરો સહિતના સંવર્ગના કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચુકવવામાં ન આવતા આજે રોષે ભરાયેલા કર્મચારીઓએ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ ફરિયાદ કરવા પહોંચી ગયા હતા રાજકોટ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટ થકી મહિને દહાડે લાખો રૂપિયાની મલાઈ ખાતા કોન્ટ્રાકટરે સમયસર પગાર ન કરતા નાના કર્મચારીઓની હાલત કફોડી બની છે ત્યારે કર્મચારીઓનો રોષ જોતા તાબડતોબ પગાર ચૂકવવા તજવીજ શરૂ થઈ હતી.છેલ્લા બે મહિનાથી નાના કર્મચારીઓને પગાર નહીં ચુકવતા કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની જતા અંતે કર્મચારીઓની ધીરજ ખૂટતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ ફરિયાદ કરી હતી.
- Advertisement -
બીજી તરફ રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ પગાર અંગેની ફરિયાદ પહોચતા તેઓ ચોકી ઉઠ્યાં હતા અને હવેથી દરમહિને 1થી 7તારીખમાં જ તમામ કર્મચારીઓને પગાર ચૂકવાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.