2023-24નાં નાણાંકીય વર્ષ માટે ટેકસ રીબેટ નહી મેળવી શકનારા કરદાતાઓને કરવેરા વિભાગે મોટી રાહત આપી છે. પાત્રતા ધરાવતા કરદાતાઓ હવે આઈટીઆર-2 તથા આઈટીઆર-3 ના યુટીલીટી ફોર્મને અપડેટક રીને 87 એનુ રીબેટ મંગાવી શકશે. મુંબઈ હાઈકોર્ટનાં આદેશ બાદ આ રાહત આપવામાં આવી છે.અદાલતે બીજી વખત રીટર્ન ભરવા માટે મુદત વધારો આપવાનો હુકમ કર્યો હતો.
87 એ હેઠળ રીબેટ મેળવવા માટે આવકવેરા, રીટર્ન ફોર્મમાં જરૂરી બદલાવ વહેલીતકે કરવામાં આવશે. આવકવેરા કાયદા 1961 ની કલમ 87એ હેઠળ પાત્રતા ધરાવતા કરદાતા જુની ટેકસ સિસ્ટમમાં રૂા.12500 તથા નવી સીસ્ટમમાં 25000 નું રીબેટ મેળવી શકે છે. આવકવેરા રીટર્ન ફોર્મ 2 અને 3 માં આ માટે બદલાવ કરાશે અને 87 એ રીબેટ માટેનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.રીટર્ન ફોર્મ 2 અને 3 માં જ આ બદલાવ કરવામાં આવશે. શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ, જેવી ખાસ પ્રકારની આવક પર દાવો નહી થઈ શકે.