સમાવિષ્ટ ગામો, નવા વિસ્તાર અને વહીવટી કામગીરીના મહેકમ નિશ્ચિત, સરકાર રાજ્યની 9 મહાપાલિકા વિશે વિધિવત જાહેરાત કરશે
આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકથી નવા જિલ્લાના સમાચાર સામે આવ્યા બાદ હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકાર નવા વર્ષે વધુ એક મોટી જાહેરાત કરશે. વિગતો મુજબ રાજ્ય સરકાર 2 જિલ્લાની સાથે મહાનગરપાલિકાઓની પણ જાહેરાત કરશે. વિગતો મુજબ સરકાર સાત મહાનગરપાલિકાઓની જાહેરાત કરી શકે છે. આ સાથે સમાવિષ્ટ ગામો, નવા વિસ્તાર અને વહીવટી કામગીરીના મહેકમ નિશ્ચિત હોવાનું પણ સામે આવ્યું છે.
- Advertisement -
ગુજરાતમાં વધુ 9 મહાનગર પાલિકાનો ઉમેરો થશે. સરકાર રાજ્યની 9 મહાપાલિકા વિશે વિધિવત જાહેરાત કરશે. આ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે પછી રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા 17 થઈ જશે. જેમાં નવસારી, વાપી, મહેસાણાને મહાપાલિકાનો દરજ્જો મળશે તો નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળશે. આ સાથે પોરબંદર અને આણંદ પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનશે. આગામી 25 ડિસેમ્બરે આ સુશાસન દિવસે આ અંગે વિધિવત જાહેરાત થશે.
સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે.
- Advertisement -