રાજકોટ DCB પોલીસ સ્ટેશને ગુનેગારો બન્યા મહેમાન!
ફરી પકડાશો તો પાસા, ગુજસીટોક હેઠળ થશે કાર્યવાહી : ડીસીપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટમાં વારંવાર ગુનાઓ આચરતા અને અગાઉ પાસા તળે જેલયાત્રા કાપી ચૂકેલા વિવિધ પોલીસ સ્ટેશનના 120 જેટલા ગુનેગારોને આજે ડીસીબી પોલીસ સ્ટેશનના મહેમાન બનાવવામાં આવ્યા હતા અંહી તમામને જો ફરી ગુનો કરશો તો પાસા કે ગુજસીટોક જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ગુનાખોરીનો માર્ગ છોડવા હુકમ કર્યો હતો.
રાજકોટમાં 31 ડિસેમ્બર પૂર્વે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ શહેર પોલીસ ચોપડે ચડી ચૂકેલા 120 જેટલા ઇસમોને પોલીસ સ્ટેશને બોલાવી ફરી કોઈ ગુનો આચરશો તો પાસા કે ગુજસીટોક હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવા નિર્દેશ ડીસીપી જગદીશ બાંગરવાએ આપ્યા હતા કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ગુનાખોરીનો માર્ગ છોડી નોકરી ધંધે ચડી જવા હુકમ કર્યો હતો રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા 120 આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવી હતી ડીસીપી દ્વારા તમામ હિસ્ટ્રીશિટરોને કડક સૂચના આપવામાં આવી હતી.