જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.
– પરખ ભટ્ટ
હિંદુ ધર્મમાં શંખને અત્યંત પવિત્ર અને શુભદાયી માનવામાં આવ્યો છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં તત્વોથી બનેલા શંખ કઠણ, મજબૂત અને ચમકીલા હોય છે. જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. આદિકાળથી દરેક શુભ પ્રસંગોની શરૂઆતમાં ફૂંકાતા શંખનું ધાર્મિક અને આધ્યાત્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વ વિશે અહીં થોડી ચર્ચા કરીશું.
શંખનાં એક બાજુનાં સંકુચિત છિદ્રમાંથી ફૂંકવામા આવતી હવા જ્યારે ભમરિયા આકારે તેમાંથી બહાર નીકળે છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ પેદા થાય છે, જે ઓમકાર નાદ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. ધ્વનિ તરંગોની અસરને લીધે આપણા શરીરનાં કરોડો-અબજો ઇલેક્ટ્રોન-અણુ ઉત્તેજિત થઈને હોર્મોનલ ગ્રંથિ તેમજ ચક્રને પ્રભાવિત કરે છે. વ્યક્તિની ભીત્તર રહેલા તમોગુણને શંખનાદ વડે કાબુમાં લાવી શકાય છે. શંખમાં અગર પૂરી તાકત વડે હવા ફૂંકવામાં આવે તો તેનો ધ્વનિ ઘણા કિલોમીટર સુધી સાંભળી શકાય છે. એવું માનવામાં આવે છે કે મહાભારતનાં યુધ્ધ પહેલા જ્યારે શ્રીકૃષ્ણ દ્વારા શંખ ફૂંકાયો ત્યારે તેનો ધ્વનિ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો હતો! પક્ષીઓ આમ-તેમ ઉડવા લાગ્યા, પ્રાણીઓ અંધાધૂંધ દિશામાં ભાગવા લાગ્યા, અરે પળવાર માટે તો કૌરવ સેના પણ ભયભીત થઈ ગઈ! લગભગ આખું વિશ્વ શંખનાદને લીધે ખળભળી ગયું હતું.
- Advertisement -
નિયમિતપણે કરાતાં શંખનાદને લીધે સાધકનાં અવાજની ગુણવત્તા સુધરે છે. સંગીતનાં અન્ય વાજિંત્રોની માફક અહીં અલગ-અલગ સૂરમાં ધ્વનિ પેદા કરવો શક્ય નથી. પરંતુ વ્યક્તિનાં અવાજની તીવ્રતા વડે આ બિલકુલ સંભવ છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે, ભારતનાં પ્રાચીન નૃત્યમાં શંખને સંગીતવાદ્ય તરીકે ઉપયોગમાં લેવાતો! ઔદ્યોગિક ક્ષેત્રે પણ શંખને ઉપયોગી માનવામાં આવે છે. હજારો શંખને એકીસાથે અમુક ખાસ ફ્રિકવન્સી પર ફૂંકવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત થતો ધ્વનિ ઓઝોન સ્તરનાં બંધારણમાં કારગત નીવડી શકે તેમ છે. વાતાવરણમાં જોવા મળતાં પ્રદૂષકોની અસરકારકતાને મંદ પાડવા માટે શંખનો વપરાશ થાય છે.
આજની તારીખે પણ શંખનાદનાં કંપન વડે અનેક રોગોનું નિવારણ શક્ય છે. પરફેક્ટ કદ અને આકાર ધરાવતાં શંખને કર્ણેન્દ્રિય પાસે રાખવાથી તેમાં સમુદ્રની લહેરોનો ધ્વનિ સંભળાય છે! શંખને બાળી નાંખવાથી પ્રાપ્ત થતી રાખને ‘શંખભસ્મ’ કહે છે, જે આયુર્વેદિક ઉપચારમાં ખૂબ ઉપયોગી છે. શંખની રાખમાં વિશાળ માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન રહેલું હોય છે. આયુર્વેદ વડે રોગનો ઉપચાર કરનારા વૈદ્યો તેને પાચન-સંબંધી સમસ્યાઓ તેમજ અન્ય પેટજન્ય રોગની સારવાર માટે રામબાણ ઇલાજ માને છે. શંખભસ્મને યોગ્ય પ્રમાણમાં એમોનિયમ ક્લોરાઇડ, એકોનાઇટ, મરક્યુરી વગેરે જેવા રાસાયણિક તત્વો સાથે મિશ્રિત કરી નિયમિત રીતે સેવન કરવામાં આવે તો મંદાગ્નિ તથા અપાચનની સમસ્યા કાયમ માટે દૂર થઈ શકે છે.
- Advertisement -
ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે શંખ વગાડવાથી ઘરમા કલેશ-કંકાસ થાય છે. પરંતુ ખરેખર આજ સુધી તેનાં વૈજ્ઞાનિક મહત્વને આપણે સમજી જ નથી શક્યા. સનાતન ધર્મમાં દરેક ચિહ્નો, પ્રતીકો અને ચીજને વિશેષ જગ્યા આપવામા આવી છે. તેનો આદર કરીને તેને ફક્ત ધાર્મિક દ્રષ્ટિએથી ન જોતાં, અન્ય દ્રષ્ટિકોણથી નિહાળવામાં આવે એ પણ જરૂરી છે.
શરીર-સ્વાસ્થ્ય તેમજ વાતાવરણ માટે ઉપયોગી શંખને બીજી કઈ રીતે વપરાશમાં લઈ શકાય?
(1) કોલેરા અને પ્લેગનાં દર્દીઓનો રોગ દૂર કરવા.
(2) શંખની અંદરનાં પોલાણવાળા ભાગમાં સંગ્રહ કરવામાં આવતું જળ સલ્ફર અને કેલ્શિયમયુક્ત હોય છે. જે વ્યક્તિને બોલવામાં પરેશાની (સ્પીચ-ડિસઓર્ડર) હોય, તોતડાપણું હોય તેમણે દરરોજ શંખ-જળનું પાન કરવું જોઈએ.
(3) ચામડીનાં અનેક રોગમાં શંખ-જળ ઉપયોગી છે. તેને સ્નાન કરતી વખતે ઉપયોગમાં લેવાથી અમુક સમય બાદ શારીરિક રોગ પર નિયંત્રણ લાવી શકાય છે.
(4) શંખમાં પાણીની સાથોસાથ આઠ કલાક સુધી ભેળવી રાખેલું ગુલાબજળ માથાનાં વાળને ચમક પ્રદાન કરે છે.
(5) બાર કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરેલું શંખ-જળ પેટની વ્યાધિ માટે ઘણું અસરકારક છે. (શરત માત્ર એટલી કે તેનું સેવન ખાલી પેટે થવું જોઈએ.)
(6) શંખની ઉપરી સપાટીને ચહેરા સાથે ઘસવાથી કરચલીઓ, કાળા ડાઘ તેમજ આંખ નીચેનાં કુંડાળા દૂર થાય છે તેમજ ચહેરો વધુ ચમકદાર બને છે.
(7) શંખનાં પોલાણ ધરાવતાં હિસ્સામાં સંઘરી રાખેલું ગાયનું દૂધ ઘરની પવિત્રતામાં વધારો કરે છે.
(8) નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનાં એક પ્રયોગમાં સાબિત થયું છે કે શંખનાદનાં કંપન વડે વાતાવરણમાં પ્રવર્તતા હાનિકારક બેક્ટેરિયા અને વાઇરસથી છુટકારો મળે છે.
(9) દિવસમાં દરરોજ એકવાર શંખ ફૂંકવાથી શ્વાચ્છોશ્વાસને લગતી સમસ્યા દૂર થાય છે.
(10) ટીબી, અસ્થમા, ઇન્ફ્લ્યુએન્ઝા તથા યકૃત સંબંધી રોગને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે શંખનાદને ઉપયોગી સારવાર માનવામાં આવે છે. બ્લડ-પ્રેશર અને હાર્ટ-અટેક જેવી જીવલેણ બિમારીઓને દૂર રાખવા માટે પણ શંખ અસરકારક છે! વૈજ્ઞાનિકોનાં મત મુજબ, દિવસમાં એકવાર યોગ કરો અથવા શંખ વગાડો! કારણકે બંનેની અસરકારકતા એકસમાન સાબિત થઈ છે.
(11) શંખ વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે બહેરાશ મટાડી શકવા સક્ષમ છે. કાનની અંદરનો પોલાણવાળો ભાગ શંખનાં બંધારણ તેમજ પોલાણ સાથે અદ્દલોદલ મેળ ખાય છે. શંખનાદ વડે ઉત્પન્ન થતું ધ્વનિ-તરંગ નળાકાર સ્વરૂપે કાનનાં પોલાણ સુધી પહોંચી બહેરાપણું અટકાવી શકે છે.
(12) શંખનું કદ અને આકાર સ્પાઇરલ છે. આપણે જાણીએ છીએ કે શરીરનાં બંધારણીય ઘટકતત્વ એવા ડીએનએનો આકાર પણ સ્પાઇરલ છે. જેથી ઘણા પ્રયોગોમાં રંગસૂત્રને લગતી ખામીઓ દૂર કરવામાં શંખ ઉપયોગી બન્યા છે.
(13) શંખનાદ આજુબાજુનાં વાતાવરણમાંથી નકારાત્મક શક્તિઓને દૂર ધકેલીને ઘરમાં હકારાત્મક ઉર્જા (પોઝિટીવ વાઇબ્સ)નો સંચાર કરે છે.
(14) દક્ષિણાવર્તી શંખમાં આખી રાત મૂકી રાખેલું ગંગાજળ હ્રદયરોગ અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે ઘણું ફાયદારૂપ હોય છે.
(15) વાસ્તુશાસ્ત્ર મુજબ, પૂજા રૂમમાં મૂકી રાખેલો શંખ સમગ્ર ઘરમાંથી વાસ્તુદોષનું નિવારણ કરી આપે છે.