પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કાંકરિયા કાર્નિવલને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
7 દિવસ માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું
- Advertisement -
અમદાવાદ શહેરનાં કાંકરિયા ખાતે આજથી કાંકરિયા કાર્નિવલ મહોત્સવનો પ્રારંભ થનાર છે. ત્યારે તા. 25 ડિસેમ્બરથી તા. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે. 7 દિવસ સુધી ચાલનારા આ કાંકરિયા કાર્નિવલમાં અનેક સાંસ્કૃતિક અને મનોરંજનનાં કાર્યક્રમ યોજાનાર છે. તેમજ આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે. તેમજ કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાંચ હજાર કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન હાથ ધરાશે
- Advertisement -
કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ તેમજ આંગણવાડીમાં અભ્યાક કરતા 1000 જેટલા બાળકો દ્વારા એક સાથે કેન્ડી, ચોકલેટ ખોલી તેને સંપૂર્ણ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે બાદ વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો લેસર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવનાર છે.




