ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
તીર્થનગરી પાલીતાણા ખાતે છ.ખ.ઉ.ગિરિવિહાર હોસ્પિટલ ખાતે આ આચાર્ય શ્રીમદ્દ વિજય ઇન્દ્રદીનસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની 23 મી પાવન પુણ્યતિથિ નિમિત્તે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય આચાર્ય શ્રીમદ્દ વિજય જયાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ ની નિશ્રા માં ચેન્નઈ જીતો આયોજિત મેડિકલ કેમ્પમાં શેલ્બી હોસ્પિટલના અમદાવાદથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા પાલીતાણા માં બિરાજમાન સાધુ સાધ્વીજી ભગવંત ની બોડી ચેકઅપ તેમજ આંખ,દાતનું નિદાન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવતં તો એ લાભ લીધો હતો.
- Advertisement -
આ કેમ્પના મુખ્ય મહેમાન તરીકે પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા, તેમજ R.M.D. ગિરિવિહાર હોસ્પિટલના ટ્રસ્ટી અજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ કેમ્પ ને સફળ બનાવવા જીતો ચેન્નઈ પ્લસ લેડીઝ વિંગ અધ્યક્ષ શ્રદ્ધા સુરાણના પ્રિયંકા બરડિયા ગીતા જૈન ચંદ્રા મહેતા નિશા મહેતા મહાવીરજી કર્ણાવત શ્રમણ આરોગ્યમ, ઉદય મહેતા, દલપત નવલખા, અશોક જૈન, સંજય ભણસાલી, નરેશ ઓસ્તવાલ ભરતજી મહેતા, ભરતજી ગલાડા પ્રમોદ ચોરડિયા કમલેશ ઝાબક સહીત ના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.