ગુરુવારે જૂનાગઢ-રાજકોટ સિવિલ, શુક્રવારે ભાવનગર સિવિલ અને શનિવારે મોરબી-જામનગર સિવિલની મુલાકાતે
રવિવારે સવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અને બપોર પછી સિદસર ઉમિયાધામ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ આજે રાજકોટ આવી રહ્યા છે અને તેઓ 29મી સુધી સૌરાષ્ટ્રમાં રહેશે. રોજનું રાત્રી રોકાણ રાજકોટમાં હોવાથી દરરોજ આરોગ્યલક્ષી સેવાઓનું રિવ્યૂ કરશે.
આજે આરોગ્યમંત્રી બપોર પછી 3 વાગ્યે રાજકોટ પહોંચશે અને સીધા સર્કિટ હાઉસ જઈ આરોગ્ય વ્યવસ્થા અંગે રિવ્યૂ બેઠક કરશે. ગુરુવારે સવારે જુનાગઢ પહોંચી ત્યાંની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ રિવ્યૂ કરશે તેમજ બપોર બાદ રાજકોટ પરત આવી સિવિલ હોસ્પિટલમાં રિવ્યૂ કરશે. શુક્રવારે ભાવનગર પહોંચી કાર્યક્રમમાં ભાગ લઈ ત્યાંની સિવિલ હોસ્પિટલમાં રિવ્યૂ કરશે અને શનિવારે સવારે મોરબી અને બપોર બાદ જામનગર પહોંચશે. બંને સ્થળે સિવિલ હોસ્પિટલમાં રિવ્યૂ કરશે. રવિવારે સવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપી બપોર બાદ સિદસર ઉમિયાધામ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે.