ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીની અધ્યક્ષતામાં કલેકટરની કચેરી સભાખંડ પોરબંદર ખાતે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરમાં અધતન સુવિધા ધરાવતી લાઇબ્રેરીનાં નિર્માણ માટે તેમજ વિવિધ વિકાસ કાર્યો ઝડપથી પૂરા થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે રાજાશાહી વખતના આવેલા કુવાઓમાં ખેડૂતના હક બાબતે નિયમો અનુસાર સિચાઈની એન્ટ્રી પાડવા અને જરૂરી કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી હતી. પ્રાથમિકતા આપીને નિયમો અનુસાર ઝડપી નિરાકરણ કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વધુમાં તેમણે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રના કોઈ એક સ્થળને સ્વસ્થ બનાવી અને સ્વચ્છતા ક્ષેત્રે મોડલ સ્થળ તરીકે વિકસે તે માટે કાર્યવાહી કરવા માટે સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં જિલ્લા ચિંતન શિબિર આયોજન માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર,અધિક નિવાસી કલેકટર જે બી વદર, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ,નાયબ કલેકટર પ્રતીક જાખડ, જકછ મનીષા ભટ્ટ,સહિતની શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.