યુવા પેઢીને નવી દિશા આપવા 5 દિવસમાં 10થી વધુ સંમેલન યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમા ઉમિયાધામ સિદસર ખાતે આગામી તા. 25થી 29 ડીસેમ્બર જગતજનની મા ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે 5 દિવસીય પ્રાગટ્ય ઉત્સવ શતાબ્દી મહોત્સવ યોજાશે. મા ઉમિયાની ભક્તિથકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે અનેકવિધ આકર્ષણો મહોત્સવમાં જોવા મળશે. મહોત્સવમાં 2 હજાર ચોરસ ફૂટ જગ્યામાં ભવ્ય પુસ્તક મેળો યોજાશે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા 1985માં મા ઉમિયાના મંદિરના પુન:નિર્માણ સમયે પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યાર બાદ 1999માં ઉમિયા માતાજીના પ્રાગટ્યના 100 વર્ષ નિમિત્તે મા ઉમિયા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી, 2012ના રજત જંયતિ મહોત્સવના સફળ આયોજન બાદ આગામી તા. 25થી 29 ડીસેમ્બર 2024માં મા ઉમિયા પ્રાગટ્યની 125માં વર્ષની ઉજવણી નિમિત્તે સવા શતાબ્દી મહોત્સવ યોજાશે ત્યારે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સમૃદ્ધિ યોજનાના ચેરમેન બી. એચ. ઘોડાસરા, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા સહિતના હોદ્દેદારોએ જણાવ્યું છે કે પાટીદાર સમાજે મા ઉમિયાની છત્રછાયામાં સંગઠન અને એકતાની સાથોસાથ શિક્ષણ અને પરિશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્યો છે. આગામી 2031 સુધીમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ઉમિયા માતાજી સમૃદ્ધિ યોજના-3ના માધ્યમથી રૂા. 400 કરોડના સામાજિક, શૈક્ષણિક વિકાસ કાર્યોના સંકલ્પ સાથે મહોત્સવનો પ્રારંભ થશે.
- Advertisement -
છેલ્લા બે દાયકામાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમાજ ઉપયોગી કાર્યો થયા છે. પાટીદાર દાતાઓ અને ભામાશાઓની સખાવતથી ઉમિયાધામ સિદસરએ સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે કામગીરી કરી છે. આગામી દિવસોમાં રાજકોટના ઈશ્ર્વરીયા ખાતે 1500થી વધુ વિદ્યાર્થીઓ માટે 32 વિઘા જગ્યામાં સ્કૂલ, ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ, લાયબ્રેરી, સ્પોર્ટ સંકુલ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર સહિતની સુવિધા ધરાવતું ઉમા શૈક્ષણિક સંકુલ રૂા. 100 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં નિર્માણ પામશે તેમજ ઉમિયાધામ સિદસરના સામાકાંઠે 30 વિઘા જગ્યામાં અતિથિગૃહ, મલ્ટીપર્પઝ હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન, પાટીદાર અસ્મિતા કેન્દ્ર, સ્મૃતિમંદિર, રીવરફ્રન્ટ રૂા. 25 કરોડના ખર્ચે નિર્માણ થશે.
સૌરાષ્ટ્રમાં વસતા અઢી લાખથી વધુ પરિવારોની નવી પેઢીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ખાતે 100 કરોડના ખર્ચે ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ તેમજ ગાંધીનગર ખાતે રૂા. 40 કરોડના ખર્ચે નવી બોયઝ હોસ્ટેલ, રાજકોટ નજીક એઈમ્સ પાસે 10 કરોડના ખર્ચે આરોગ્ય ભવન બનાવવા ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠીઓના સહયોગથી રૂા. 50 કરોડની શૈક્ષણિક લોન, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી, જળસંચય, ગ્રામ્ય વિકાસની પ્રવૃત્તિઓ માટે 15 કરોડ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં 10 કરોડ, ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉમા અતિથિગૃહ બનાવવા માટે રૂા. 25 કરોડના ખર્ચે નિર્માણ સહિતના આયોજનો ઉમિયા માતાજી મંદિર સિદસરના માધ્યમથી થશે તેવી જાહેરાત ઉપરોક્ત આગેવાનોએ કરી છે.
પાંચ દિવસના મહોત્સવમાં 10 વિવિધ સંમેલનો યોજાશે જેમાં પાટીદારોની યુવા પેઢીને એક નવી જ દિશા આપવા યુવાનો માટે સંમેલન આયોજિત કરવામાં આવ્યું હોવાનું ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા અને ટ્રસ્ટી હર્ષિત કાવર દ્વારા જણાવાયું છે. સમાજના યુવાનો ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધે તે દિશામાં વિવિધ સંમેલનો, સેમિનારો અને શિબિરો યોજવાની નેમ વ્યક્ત કરાય છે. યુવાનો વિકાસની સાથોસાથ રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે તે દિશામાં માર્ગદર્શન કરવા ઉમિયાધામ માધ્યમ બની રહે તેવું આયોજન હાથ ધરાયું છે.25થી 29 ડિસે. સિદસર શ્રી સવા શતાબ્દી મહોત્સવના પ્રારંભે ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મુખ્ય મહેમાન તરીકે જામનગરના પ્રભારી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે. શ્રી 1। શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિવિશેષ તરીકે મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટીયા, સરદારધામના ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, મહોત્સવ સમિતિના અધ્યક્ષ ચિમનભાઈ શાપરીયા, ઉપપ્રમુખ મહોત્સવના સહયજમાન ભુપેશભાઈ ગોવાણી, કલ્પેશભાઈ માકાસણા, શિવલાલભાઈ આદ્રોજા, મનસુખભાઈ પાણ, રાજેશભાઈ ભાલોડીયા ગેલેકસી ગ્રુપ રાજકોટ, નીતિનભાઈ કણસાગરા ફિલ્ડમાર્શલ ગ્રુપ, બળવંતભાઈ મણવર પૂર્વ મંત્રી ડુમિયાણી, હરીભાઈ પટેલ પૂર્વ સાંસદ રાજકોટ, પુનમબેન માડમ સાંસદ જામનગર, કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા, પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય ધ્રાંગધ્રા, મોહનભાઈ વાછાણી પૂર્વ ઉપપ્રમુખ જામજોધપુર, રમણીકભાઈ ભાલોડીયા પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ, ગટોરભાઈ હરિપરા પૂર્વ ઉપપ્રમુખ બોટાદ, ભુપતભાઈ ભાયાણી ખજાનચી ધોરાજી, મોહનભાઈ કુંડારીયા પૂર્વ મંત્રી મોરબી, સૌરભભાઈ પટેલ પૂર્વ મંત્રી અમદાવાદ, જયંતીભાઈ કાલરીયા પૂર્વ મંત્રી રાજકોટ, જયંતીભાઈ કવાડીયા પૂર્વ મંત્રી મોરબી, બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી ગાંધીનગર, મહેન્દ્રભાઈ પાડલીયા ધારાસભ્ય ધોરાજી, સંજયભાઈ કોરડીયા ધારાસભ્ય જૂનાગઢ, અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય માણાવદર ઉપસ્થિતિ રહેશે.શ્રી 1। શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે બપોર બાદ ત્રણ કલાકે યુવા સંમેલન યોજાશે જેના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે. યુવા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખક તથા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા યુવાનોને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. આ સંમેલનમાં અતિથિવિશેષ તરીકે આઈઆઈટી મુંબઈના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં ગર્લ્સમાં પ્રથમ દ્વિજા ધર્મેશ પટેલ, હર્ષિત કાવર, ચિરાગ પાણ, ચિંતન સીતાપરા, રીચી કોટડીયા, ભાવેશ વરમોરા, નિધેય પાણ, મનોજ વરમોરા, દિપક ઢોલ, અંકુર ભાલોડીયા, ચિંતન ભાલોડીયા, જય ઉકાણી, હાર્દિક વરમોરા, રીમલ કટારીયા, પરેશ હાંસલીયા, સાગર ગોવાણી, નિલેશ ઘેટીયા, લવ ઉકાણી, સમીર હાંસલીયા, અમર ભાલોડીયા, મિત ધરસંડીયા, વિરલ ઠોરીયા, રીષી કણસાગરા, રાહુલ ગોવાણી, જયેશ કૈલા, જીત સાપરીયા, આદિત્ય પટેલ, દિપક લાલકીયા, જયમુખ લિખીયા, ડો. મેહુલ બરાસરા, બ્રિજેશ કાલરીયા, રાજ સાપરીયા, ધવલ હરિપરા, જયેશ જાવીયા, લખન ફળદુ, તમન્ના ઝાલોડીયા, જાનકી પટેલ, વિરલ માકડીયા, અંકિતા માણાવદરીયા, રાધા ઉકાણી, ક્રિષ્ના રાણીપા ઉપસ્થિત રહેશે.



