લગ્નોત્સવમાં 21 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે: 60થી વધુ લાખેણી વસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં અપાશે
નવદંપતીઓને આશીર્વાદ આપવા રાજકીય, સામાજિક અને સાધુસંતોની ઉપસ્થિતિ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ (મવડી) દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2024 ને મંગળવારે કણકોટ રોડ પર સ્થિત પિરામિડ તથા ક્રિશ પાર્ટી પ્લોટમાં સાતમા જાજરમાન સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવમાં 21 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. મંગળવારે બપોરે બે કલાકે જાનનું સામુહિક આગમન થશે અને બપોરે 3-30 કલાકે જાનના સામૈયા કરવામાં આવશે. સાંજે 6-15 કલાકે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે હસ્તમેળાપ થશે. સાંજે 6-30 કલાકે ભોજન સમારંભ યોજાશે અને રાત્રે 9 કલાકે જાનવિદાય થશે. આ માંગલિક પ્રસંગે 1008 ગીરનાર પીઠાધિશ્ર્વર જય શ્રીકાનંદગીરીજી મહારાજ, થાનાપતી બુદ્ધગીરીબાપુ ગુરુદત્ત (પંચ દશનામ જુના અખાડા), રામધણ બાપુ, શંકરગીરી બાબા (જીત્રીયા હનુમાન મંદિર મવડી) તેમજ હનુમાનદાસ બાપુ (ભાદર ડેમ) નવદંપતીઓને આશીર્વાદ વચન પાઠવવા ખાસ ઉપસ્થિત રહેશે.
- Advertisement -
સમગ્ર સમારોહના ઉદ્ઘાટક તરીકે જગજીવનભાઈ રણછોડભાઈ સખિયા, મનસુખભાઈ ઉકાભાઈ સોરઠિયા, જયંતિભાઈ ઉકાભાઈ સોરઠિયા, શૈલેષભાઈ સગપરિયા, રમેશભાઈ સિદપરા, ગોરધનભાઈ શીંગાળા, ડી. કે. સખિયા, ડો. પી. જે. પીપળીયા અને વલ્લભભાઈ સતાણી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, ડો. ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વસાંસદ મોહનભાઈ કુંડારીયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, શહેર પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા, જયેશભાઈ બોઘરા, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ તથા દંડક મનીષભાઈ રાડીયા સહિતના રાજકીય અગ્રણીઓ પણ વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહેશે. આ અવસરે 21 દીકરીઓને સોના-ચાંદીના ઘરેણાં, બેડ-સેટી, કબાટ, પાનેતર, ફ્રીઝ, મિક્સર તેમજ ઘર વપરાશની 60થી વધુ ચીજવસ્તુઓનો લાખેણો કરિયાવર આપવામાં આવશે. લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડીની કારોબારી સમિતિ, ચેરમેન જીતુભાઈ સાગઠીયા, પ્રમુખ જયેશભાઈ સોરઠીયા, જયેશભાઈ મેઘાણી, જયંતીભાઈ મેઘાણી, દિલીપભાઈ મેઘાણી, હરેશભાઈ સાકરિયા, રાજેશભાઈ મેઘાણી તેમજ દિનેશભાઈ મેઘાણી સહિતના કાર્યકરોએ આ જાજરમાન લગ્નોત્સવનું આયોજન કરી રહ્યા છે.