જૂનાગઢ જિલ્લામાં મગફળી કૌભાંડમાં શંકાની ભીતિ સામે તંત્ર દોડતું થયું
ટેકાના ભાવે થતી મગફળી ખરીદી કૌભાંડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં તપાસ થશે
- Advertisement -
ગુજકોમાસોલે તપાસ સમિતિ બનાવી સમગ્ર મામલે તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી મંડળીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ ટેકાના ભાવે થતી મગફળીમાં યુપીની સસ્તા ભાવે દાબડી દેવાની શંકા કુશંકા વચ્ચે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મુલાકાત લીધી હતી એ સમયે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જે રીતે મગફળી કૌભાંડ મામલે માંગરોળ મગફળી ભેળસેળ મામલે પ્રતિક્રિયા અપાતા કહ્યું હતું કે, મને આ અહેવાલ મળ્યો છે જે કોઈ જવાબદાર હશે તેની સામે થશે કાર્યવાહી તેમજ ગુજકોમાશોલ તેમજ નોડલ એજન્સી ને ધ્યાન ઉપર મૂક્યું છે. અને તપાસના અંતે કસૂરવાર નીકળશે તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે આમ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થતી ગેરરીતિ મામલે હાલ ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી દેવામાં આવી છે. કૃષિ મંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ જૂનાગઢ આવ્યા હતા. તંત્રના અધિકારીઓ તથા ભાજપના હોદેદારો સાથે તેમણે બેઠક યોજી હતી તથા જૂનાગઢ જિલ્લામાં મગફળીના ચકચારી કાંડ મુદે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો દાવો કર્યો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવતા સરકારને બાકી રહી ગયેલા પ્રજાના કામ યાદ આવી રહ્યા છે. વહિવટી પ્રક્રિયાના કારણે જે કામ બાકી હોય તે તાત્કાલીક પુરા કરવા માટે કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીને તંત્રના ઉચ્ચ અધિકારીઓને સુચના આપી છે. પ્રજાજનોને સ્પર્શતા રસ્તા, ગટર, પાણી સહિતના પ્રશ્ર્નો અંગે કોઇ પણ કારણ કામગીરી અટકવી ન જોઇએ તેવી પણ સુચના આપી છે. જૂનાગઢ જિલ્લાની અનેક જગ્યાએ ટેકાના ભાવેચાલતી ગફળીની રીદીમાં ગેરરિતી થતી હોવાના જવાબમાં કૃષિ મંત્રીએ ક્હ્યુ હતુ કે, મને આ અંગેની સમાચાર માઘ્યમો થકી જાણ થઇ છે. મગફળી કાંડમાં જે કોઇ સંડોવાયેલા હશે તેના પર કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી દેવામાં આવી છે, ગુજરાતની નોડલ એજન્સી ગુજકોમાસોલને પણ સચના આપી કે જયા ગેરરિતી થતી હોય તેવા કેન્દ્રને તાત્કાલીક બંધ કરાવી દેવા. ટેકાના ભાવની ખરીદીમાં કૌંભાડ કરવામાં ખરડાયેલાઓને તથા તેની લાગતી વળગતી મંડળીઓને કે, સંસ્થાઓને મગફળી ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે. નાના-નાના કૌંભાડીઓએ તળાજા, મહુવા સહિતના સ્થળોએથી સસ્તા ભાવે મગફળી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે વેચવાનું શરૂ કર્યુ છે. કેટલાક મોટા કૌભાંડીઓએ જૂથ બનાવી યુ.પી.થી મગફળી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે વેંચવાનું ચાલુ કર્યુ છે. જેમાં અમુક ખેડૂતોને પણ 8 હજારથી 15 હજાર રૂપિયા આપવામાં આવતા હોવાની પણ રાવ ઉઠી રહી છે. આ કાંડ ખુલ્લુ પડી જતા કૌભાંડીઓમાં દોડધામ મચી ગઇ છે. ગુજકોમાસોલની ટીમ દ્વારા જિલ્લા કક્ષાએથી સમગ્ર બાબતે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ઉચ્ચ કક્ષાએ આ કાંડ અંગેની તપાસ કરવા માટે કમિટી પણ બનાવવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તા.23,24,25 દરમિયાન આ ટીમ જૂનાગઢમાં તપાસ અર્થે આવે તેવી પૂરી શકયતા છે. જો તપાસ કમિટી સાચી દિશામાં તપાસ કરે તો કૌભાંડ ખુલ્લુ પડી જાય તેમ છે જે મંડળી કે સંસ્થા દ્વારા યુ.પી.ની મગફળી કે અન્ય વિસ્તારની સસ્તી મગફળી જયા ધાબડી દેવામં આવી છે તે સ્થળે સીસીટીવી ફુટેજ ચકાસવાથી માંડીને ગ્રેડરોની પુછપરછ કરવામાં આવે તો અનેક રાઝ ખુલી જાય તેમ છે જે ખેડૂતોના નામે મગફળી નાખવામાં આવી રહી છે તે ખેડૂતો પણ સીસીટીવીમાં જોવા મળતા નથી. જે સાચો ખેડૂત હોય તો તે પોતે જ પોતાની મગફળી લઇ આવે છે અને સમગ્ર પ્રક્રિયા કરાવે છે જયારે કૌભાંડીઓએ ખેડૂતોના નામે ગફળી ધાબડી છે તેવા કિસ્સામાં અને સાચા ખેડૂતના કિસ્સામાં સીસીટીવી ફુટેજમાં પણ તફાવત જોવા મળી રહ્યો હોવાની કૌભાંડીઓમાં જ અંદરો/અંદર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.