કડકડતી ઠંડીમાં શ્ર્વાન હુમલાના બનાવના કિસ્સા વધ્યા
શહેરમાં સરેરાશ 10 થી 15 લોકોને શ્ર્વાન કરડે છે
સારવાર મનપાએ એક વર્ષમાં 9 હજારમાંથી 2 હજારનું ખસીકરણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
હાલ જે રીતે શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી પડી રહી છે.ત્યારે જૂનાગઢ શહેરમાં ઠંડીના માહોલમાં શ્વાનનો આંતક પણ વધ્યો છે.રોજ બરોજ 10 થી 15 શહેરીજનો શ્વાન કરડવાથી શિકાર બની રહ્યા છે.જેમાં છેલ્લા 11 માસમાં 4600થી વધુ ડોગ બાઇટિંગના કિસ્સા સામે આવ્યા છે.ત્યારે મહાનગર પાલિકા દ્વારા જે રીતે શ્વાનની રસીકરણ અને ખસીકરણ કામગીરી થવી જોઈએ તેટલી થતી નથી અને લોકો શ્વાનના આંતકથી શિકાર બની રહ્યા છે.ત્યારે રાત્રીના સમયે શ્વાનના ઝુંડના ઝુંડ જોવા મળે છે અને નાગરિકો રાત્રીના સમયે ચાલીને કે વાહન ચલાવીને નીકળતા મુશ્કેલીનો સામનો કરે છે અને અકસ્માતનો ભય પણ સતાવે છે.
જૂનાગઢ શહેરમાં 11 મહિનામાં 4621 લોકોને શ્ર્વાન કરડયાના બનાવના કારણે સિવિલ હોસ્પિટલ તથા મનપાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં રખડતા શ્ર્વાનનો આતંક વઘ્યો છે. મહાનગરપાલિકા ગોકળ ગાયની ગતિએ ડોગ સ્ટરીલાઇઝેશનની કામગીરી કરી રહી છે. શ્ર્વાન કરડવાના બનાવો દર મહિને વધી રહ્યા છે. તેમાં પણ રાત્રિના સમયે વાહન ચાલકો અને રાહદારીઓ મુંઝવણમાં મુકાઇ રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ દર માસે શ્ર્વાન કરડવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં દરરોજ આશરે 14થી વધુ વ્યક્તિઓને શ્ર્વાન કરડી રહ્યા છે. મનપાએ આ બાબતે કડક કાર્યવાહી કરવી કરવાની જરૂર બની છે. વર્ષે સાડા ચાર હજારથી પણ વધુ શ્ર્વાન કરડવાના બનાવો છતા પણ મનપાના તંત્રને પેટમાં પાણી હલતુ નથી. ગલી અને શેરી મહોલ્લાઓમાં શ્ર્વાનોેના ઝુંડ ના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા કુતરાઓ અંગે નહિવત કામગીરીથી શહેરમાં દર મહિને ડોગ બાઇટના કેસમાં વધારો થઇ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા એક વર્ષથી શ્ર્વાનના રસીકરણ અને ખશીકરણની કામગીરી કરી મહાનગરપાલિકા સંતોષ માને છે. શહેરમાં અંદાજિત નવ હજારથી પણ વધુ શ્ર્વાન છે. જેમાંથી એક વર્ષ દરમિયાન જેમાંથી 2062 શ્ર્વાનના સીકરણની કામગીરી કરવામાં આવી છે. તેમ છતા પણ શ્ર્વાનોની વસ્તી સતત વધતી રહે છે. જેથી મહાનગરપાલિકા તત્કાલ આયોજન કરી ડોગ સ્ટરીલાઇઝેશનની પ્રક્રિયા પણ વેગવાન બનાવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે. જૂનાગઢ શહેરમાં શ્ર્વાન કરડે તો સિવિલ હોસ્પિટલ ખાતે ઇનજેકશન માટે જવુ પડતુ હતુ પરંતુ હવે મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
શહેરમાં શ્ર્વાન કરડવાના કેસની સંખ્યા
- Advertisement -
દર મહિને 300થી 500ની વચ્ચે કેસ નોંધાયા
મહિનો શ્ર્વાનના કેસ
જાન્યુ. 464
ફેબ્રુ. 456
માર્ચ 494
એપ્રિલ 464
મે 479
જુન 414
જુલાઇ 330
ઓગસ્ટ 314
સપ્ટેમ્બર 325
ઓકટોબર 413
નવેમ્બર 468
કુલ 4621