ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની ઘટનાથી ફિટકાર
ઝાડીઓમાંથી લોહીલુહાણ ઢસડાતી ઘરે પહોંચી માતાને બૂમો પાડી, બાળકીની સારવાર સમયે ડોક્ટરના હાથ પણ થરથર્યા: આરોપી ઝડપાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે.
ઝઘડિયાGIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સે બાળકી પર નજર બગાડી બાળકીનું અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઇ ગયો હતો. ત્યાં આ નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નારાધમની માનસિકતા વિકૃતતા એટલી હદે ચઢી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોચતા માસૂમ દર્દના કારણે કણસી રહી હતી તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.
- Advertisement -
આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોંકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા. જોકે બાળકીને વધુ સારવારની જરૂર તેને વધુ સારવાર માટે વડોદરાની જજૠ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બાજુ ઘટનાની જાણ થતાં અંકલેશ્ર્વર ઉુજઙ ડો.કુશલ ઓઝા સહિતના પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતાં હવસખોરને ઝડપી પાડ્યો હતો. જેની કડક પૂછ્તાછ કરતા તે ભાગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.