રાજકોટનાં ત્રણેય ઝોનમાં ટ્રાફિક સિગ્નલ ડેવલપ કરાશે
ટ્રાફિક સમસ્યા હળવી કરી ફૂવારા સહિતના આકર્ષણ યથાવત્ રખાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન, ઇસ્ટઝોન અને વેસ્ટઝોન વિસ્તારના વધુ 10 ટ્રાફિક સિગ્નલ જનભાગીદારીથી ડેપલપ કરવામાં આવશે. આ દરમિયાન જે-તે સિગ્નલની ટ્રાફિક સમસ્યા હળવી કરી ફુવારા સહિતનાં આકર્ષણ યથાવત્ રાખવામાં આવશે. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ વેપારી અને ઔધાગિક સંસ્થાઓ તેમજ ટ્રાફિક સર્કલ ડેવલપ કરવા માંગતી સામાજિક અને ધાર્મિક કે સેવાભાવી સંસ્થાઓને પાંચ વર્ષ માટે ઓપરેશન તેમજ મેઇન્ટેનન્સ સાથેનો કોન્ટ્રાકટ આપવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ, શહેરનાં અનેક મુખ્ય સર્કલો ઉપર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જેને લઈને સુરત ખાતેની એજન્સીએ સર્વે કર્યા બાદ મુખ્ય સર્કલોને નાના કરવાનો અભિપ્રાય આપ્યા બાદ અગાઉ 7 જેટલા સર્કલ માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે સફળ રહેતા હવે અન્ય 10 મહત્વના ટ્રાફિક સર્કલોને ડેવલપ કરીને જાળવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં બધા સર્કલનું આકર્ષણ પણ યથાવત્ રહે અને વાહનચાલકોને કોટેચા ચોકની જેમ યુ-ટર્ન માટે અલગ વ્યવસ્થા કરવા સહિતની ટ્રાફિક સમસ્યા પણ હલ થાય તે રીતે ડેવલોપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાકાય સર્કલોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા રહે છે. જે હલ કરવા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ સર્કલ માટે ટ્રાફિક પેટર્ન અનુરૂપ ડીટેલ સર્વે કરી સર્કલની ડિઝાઇન તૈયાર કરવા 1 ક્ધસલ્ટન્ટ તરીકે સુરતની વલ્લભભાઈ પટેલ પ્રાદ્યોગિક સંસ્થાને નિયુક્ત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા પ્રથમ તબક્કે કોટેચા ચોક, રૈપા ટેલિફોન સર્કલ, જિલ્લા પંચાયત ચોક સહિતના મહાકાય સર્કલ નાના કરવા માટે માટે સૂચન કરવા સાથે યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ ખાતેનાં ડિવાઇડરો તોડીને વાહનચાલકો યુ-ટર્ન ન લે તેવી વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જાણો ક્યાં-ક્યાં સર્કલને ડેવલોપ કરવામાં આવશે
1) સોરઠીયાવાડી સર્કલ
(80 ફૂટ રોડ પર એક સર્કલ)
2) આનંદ બંગલા ચોક પર જુદા-જુદા 2 સર્કલ
3) શિતલપાર્ક 150 ફૂટ રીંગ રોડ પર એક સર્કલ
4) માનવ સર્કલ જુનો યુનિ. રોડ પ્રેમમંદિર નજીક
5) જે. કે. ચોક પુષ્કરધામ મેઈન રોડ આગળ
6) આહીર સર્કલ
નહેરૂનગર 80 ફૂટ રોડ
7) જલગંગા ચોક
સંત કબીર રોડ પાસે
8) ભક્તિનગર સર્કલ
80 ફૂટ રોડ
9) પોલીસ હેડકવાર્ટર પાસેનું સર્કલ રેસકોર્સ રીંગરોડ
10) માધાપર મેઈનરોડ એઈમ્સ રોડ જંકશન નજીક