ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્ર્નોથી સ્થાનિક રહીશો પીડાતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
થાનગઢ નગરપાલિકા શહેરી વિસ્તારમાં રહેતા રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં પાંગળી સાબિત થઈ છે જેમાં છેલ્લા કેટલાય સમયથી થાનગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી, લાઈટ, ગંદકી સહિતના પ્રશ્નો અવાર નવાર સ્થાનિક રહીશો રજૂઆત કરતા હોય છે પરંતુ આ પ્રશ્નોને પૂર્ણ કરવા સ્થાનિક તંત્ર કોઈ નક્કર પગલાં ભર્યું નથી તેવામાં થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મંગલુભાઈ ભગત દ્વારા સ્થાનિકોના પ્રશ્નોને લઇને ચૂંટણી બાદ બે વર્ષથી ધારાસભ્ય નજરે નહિ પડ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો સાથે જ સંસદને પણ આડે હાથે લીધા હતા જ્યારે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ચૂંટણી ટાણે મત માંગવા આવતા નેતાઓ હાલની પરિસ્થીતમાં લોકો પ્રાથમિક સુવિધાથી પીડાય છે ત્યારે કોઈ પણ ફરકતી નથી. મત લેવા સમયે મોટી મોટી ડંફાસો મારીને નીકળી ગયેલા નેતાઓને મત આપ્યા બાદ આજે થાનગઢ શહેરની જનતા વિવિધ પ્રશ્નોને લઈને પીડાઈ રહી છે જેનો ઉકેલ લાવવા માંગ પણ કરી હતી.