રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યો હતો જેની મુંબઈ પોલીસ કરી રહી છે તપાસ, આ ઈમેલ બેંકની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો
આ ઈમેલ બેંકની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો. આ મામલે માટુંગા રમાબાઈ માર્ગ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ
એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ મુંબઈ પોલીસના ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું કે, RBIની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બેંકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
તાજેતરમાં જ શાળાઓને ધમકીઓ મળી હતી
- Advertisement -
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે તાજેતરમાં દિલ્હીની છ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી. આ ધમકીઓ બાદ ઘણી એજન્સીઓએ શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલા 9 ડિસેમ્બરે દિલ્હીની 44 શાળાઓને પણ આવા જ ઈમેલ મળ્યા હતા જેને પોલીસે પછીથી નકલી જાહેર કર્યા હતા.