ગિરનાર પર પવનની ગતી ધીમી થતા આજથી રોપ-વે શરુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ શહેર સહિત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયા છે.આમ છેલ્લા બે દિવસમાં શહેરમાં 12 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન જોવા મળી રહ્યું છે.તો બીજી તરફ ગિરનાર પર્વત 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ગિરનાર પર્વત ઠંડોગાર બન્યો છે.અને 65 કિમિ.ની ઝડપે પવન ફૂંકતા રોપ-વે બે દિવસ બંધ રહ્યો હતો જયારે આજે પવનની ગતિ ધીમી પડતા ફરી આજથી રોપ-વે શરુ કરવામાં આવ્યો છે. સતત પડતી કડકડતી ઠંડી ના લીધે લોકો આકરી ઠંડીનો સામનો કરી રહ્યા છે.અને ગરમ વસ્ત્રોના સહારો લઈને ઠંડીથી બચવા અનેક નુસખા અપનાવી રહ્યા છે.જેમાં કાવો ગરમ ચીજ વસ્તુનું સેવન સાથે વેહલી સવારે અને રાત્રીના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.જો કે, હજુ બર્ફીલા પવનોની થોડી ઘણી ગતિ ધીમી આજથી પડી છે પણ હજુ આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે તેમ હવામાન વિભાગની આગાહી છે.