એ વાત જગજાહેર છે કે શેખ હસીનાની હકાલપટ્ટી પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ઘણા હુમલાઓ થયા, હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા, પરંતુ આ મામલે અત્યાર સુધી બાંગ્લાદેશ ચુપ હતું. હવે બાંગ્લાદેશે પોતે એ વાત કબૂલી છે કે હિંદુઓ વિરુદ્ધ હિંસાની 88 ઘટનાઓ બની છે.
જ્યાં સુધી બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તા પર હતી ત્યાં સુધી હિંદુઓ સુરક્ષિત હતા. મોહમ્મદ યુનુસે સત્તા સંભાળતાની સાથે જ હિંદુઓ પર હુમલા થવા લાગ્યા. હિંદુઓને નિશાન બનાવવા લાગ્યા. બાંગ્લાદેશમાં લઘુમતી એટલે કે હિંદુ હોવું ગુનો બની ગયો. બાંગ્લાદેશમાં હિંદુઓ પર ઘણા અત્યાચારો થયા. જેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો, પરંતુ જિદ્દી બાંગ્લાદેશ અત્યાર સુધી ચૂપ રહ્યું, પરંતુ જ્યારે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો અને તેની ગરદન મરડી તો બાંગ્લાદેશ સાચું બોલવા મજબૂર થઈ ગયો. બાંગ્લાદેશે શેખ હસીનાને હટાવ્યા બાદ લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ વિરુદ્ધ હિંસાની 88 ઘટનાઓ સ્વીકારી છે.
- Advertisement -
અહેવાલો અનુસાર, બાંગ્લાદેશે મંગળવારે સ્વીકાર્યું કે ઓગસ્ટમાં તત્કાલિન વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી લઘુમતીઓ, મુખ્યત્વે હિન્દુઓ સામે સાંપ્રદાયિક હિંસાની 88 ઘટનાઓ બની. જોકે, બાંગ્લાદેશે પોતાની પીઠ થપથપાવવાની એક પણ તક ન ગુમાવી. હિન્દુઓ પર કેટલા અત્યાચાર થયા એ વાતથી આખી દુનિયા વાકેફ છે. ત્યારે હવે બાંગ્લાદેશની યુનુસ સરકાર પોતાના એક્શનના વખાણ કરી રહી છે. વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે જણાવ્યું કે આ ઘટનાઓમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમ તરફથી આ કબૂલાતનામું ત્યારે આવ્યું જ્યારે એક દિવસ પહેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બાંગ્લાદેશી નેતૃત્વ સાથેની બેઠક દરમિયાન લઘુમતીઓ પર હુમલાની ખેદજનક ઘટનાઓ ઉઠાવી હતી અને લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી હતી. આલમે પત્રકારોને જણાવ્યું કે 5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર સુધી લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓમાં કુલ 88 કેસ નોંધાયા છે.
મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું, ‘કેસો અને ધરપકડની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે કારણ કે ઉત્તર-પૂર્વ સુનામગંજ, મધ્ય ગાઝીપુર અને અન્ય વિસ્તારોમાં પણ હિંસાના નવા કેસ સામે આવ્યા છે.’ તેમણે કહ્યું કે એવા કેસ પણ હોઈ શકે છે જય કેટલાક પીડિતો અગાઉના શાસક પક્ષના સભ્યો રહ્યા હોય.
- Advertisement -
સરકાર અત્યાર સુધી એ વાત પર બહાર આપતી રહી કે અમુક ઘટનાઓને બાદ કરતાં, હિંદુઓ પર તેમની આસ્થાના કારણે હુમલો થયો નથી. આલમે કહ્યું કે 22 ઓક્ટોબર પછી બનેલી ઘટનાઓની વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે તીખા બની ગયા છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશ હવે ભારત સાથે દુશ્મની કરી રહ્યું છે. આ જ કારણ છે કે હવે તણાવ ચરમ પર છે.