જૂનાગઢના બિલ્ડરોએ જંત્રીના ભાવ વધારાનો વિરોધ કરી આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં ભાવ વધારો તોળાઇ રહયો છે એવામાં રાજ્યભરમાં તેનો વિરોધ શરૂ થયો છે. જૂનાગઢમાં 350થી વધુ બાંધકામ સાઇટ પર કામકાજબંધ રાખવામાં આવ્યુ હતુ. જંત્રીમાં ભાવ વધારાથી સામાન્ય માણસને ઘરનુ ઘર લેવાનું સપનું રોળાશે, બાંધકામ ઉદ્યોગ મંદીના ભરડામાં જશે જેથી રેવન્યુ આવકમાં પણ ઘટાડો થશે એવા તર્ક સાથે ક્રેડાઇ, એન્જિનિયર એસોસિએશન અને બ્રોકરો દ્વારા મૌનરેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
- Advertisement -
જંત્રીમાં સરકાર દ્વારા કમર તોડ ભાવ વધારો થવા જઇ રહ્યો છે, જેનાથી સામાન્ય પ્રજાથી લઇ અનેક ક્ષેત્રમાં મુશ્કેલી સર્જાઇ શકે એવી ભીતિ છે. નવા દરના કારણે રીઅલ એસ્ટેટમાં 50 ટકાથી વધુ ભાવ વધારો આવશે જેની અસર સામાન્ય પ્રજાને થશે. બાંધકામ ઉદ્યોગ પણમંદીમાં સપડાશે. સુચિત નવા જંત્રી દર પરત ખેંચવાની માંગ સાથે જૂનાગઢમાં બિલ્ડરો દ્વારા 350થી વધુ બાંધકામ સાઇટ પર કામકાજ બંધ રાખવામાં આવ્યુ હતુ.
જૂનાગઢ ક્રેડાઇનાચેરમેન નિલેશભાઇ ધુલેશીયાના જણાવ્યા મુજબ નવી જંત્રીના કારણે બિલ્ડર ઉપરાંત ઇન્કમટેક્સ અને જીએસટી ક્ષેત્રને અસર થશે. મકાનના ભાવ પ0 ટકા વધારો આવશે જેની લોકોને નવુ મકાન ખરીદવા મુશ્કેલી થશે અને બાંધકામ ઉદ્યોગ મંદિરમાં સપડાશે.