બહુમતી વગર વિપક્ષો ફકત સંદેશ આપવા માંગે છે : સંકેત
લાંબા સમયથી ચાલતી ટકકરમાં વિપક્ષોએ અંતિમ શસ્ત્ર ઉગામ્યુ: જો કે પ્રસ્તાવ ચાલુ સત્રમાં નહી આવે
- Advertisement -
દેશની સંસદમાં લાંબા સમયથી સરકાર અને વિપક્ષ વચ્ચે સતત સર્જાઈ રહેલા ઘર્ષણ તથા આક્ષેપબાજી વચ્ચે હવે વિપક્ષોએ સંયુક્ત રીતે ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે ઈમ્પીચમેન્ટ-મહાભિયોગની દરખાસ્ત હવે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ધનખડના રાજયસભાના સભાપતિ તરીકે આગમનથી જ વિપક્ષો સાથે સતત ટકકર થઈ રહી છે અને બન્ને તરફના સંબંધો ખૂબ જ તનાવભર્યા અને આક્ષેપબાજી ભર્યા રહ્યા છે અને હવે વિપક્ષના ‘ઈન્ડીયા’ ગઠબંધને ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યા છે. જો કે રાજયસભામાં સભાપતિને (વાઈસ પ્રેસીડેન્ટ) દુર કરી શકાય તેટલી બહુમતી વિપક્ષ પાસે નથી તેથી દરખાસ્તનું પતન થશે પણ તેની ચર્ચામાં નવા રાજકીય વિવાદ તથા આક્ષેપબાજી થઈ શકે છે.
અદાણી મુદે કોંગ્રેસને સાથ નહી આપનાર તૃણમુલ કોંગ્રેસ તથા સમાજવાદી પક્ષે જો કે રાજયસભાના સભાપતિ સામેની અવિશ્વાસ પ્રસ્તાવમાં સહી કરી છે. બંધારણની કલમ 67(બી) હેઠળ અપાયેલી આ નોટીસ પર આગામી દિવસોમાં વિચારણા થશે. જો કે તેના માટે 14 દિવસનો સમય પસાર કરવો જરૂરી છે તેથી સંસદનું વર્તમાન સત્ર જે તા.20 ડિસે.ના પુરુ થાય છે તેમાં આ દરખાસ્ત રજુ થાય તેવી શકયતા નથી. બંધારણની કલમ 67(બી) મુજબ ઉપરાષ્ટ્રપતિ જે હોદાની રૂએ રાજયસભાના સભાપતિ પણ છે. તેઓને રાજયસભામાં બહુમતીથી પસાર થતા પ્રસ્તાવ જરૂરી છે. વિપક્ષોને પણ ખ્યાલ છે કે તે આ પ્રસ્તાવ પસાર કરાવી શકે તેમ નથી પરંતુ તે એક સંદેશ આપવા માંગે છે.
તૃણમુલ કોંગ્રેસના રાજયસભાના નાયબ નેતા નાગરીકા ઘોષે આક્ષેપ કર્યો કે સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. અગાઉ 2020માં તે સમયના રાજયસભાના નાયબ સભાપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. અગાઉ લોકસભામાં અધ્યક્ષ સામે ત્રણ આ પ્રકારે પ્રસ્તાવ આવ્યા હતા અને ત્રણેય ફગાવાયા હતા.
- Advertisement -