રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે દબદબાભેર સ્વાગત કરવામાં આવશે.
તમામ તાલુકાઓમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવશે.- રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની યાદીમાં જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ પ્રથમ વખત તા.૫મી ઓગષ્ટ,ગુરુવારે રાજકોટ જીલ્લાની ૭૧-વિધાનસભાના રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી તેમજ પડધરી તાલુકાના પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સતીશભાઈ શિંગાળાની આગેવાનીમાં તથા જીલ્લા યુવા મોરચાના મહામંત્રી રવિભાઈ માંકડિયા તથા મુકેશભાઈ મકવાણાની ઉપસ્થિતમાં રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે સવારે ૮.૩૦ કલાકે દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ જીલ્લાભરના યુવા મોરચાના તેમજ મંડલના પ્રમુખ-મહામંત્રી સાથે પરિચય બેઠક યોજવામાં આવશે ત્યારબાદ રાજકોટ જીલ્લા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસકાર્યોની જાણકારી આપશે. ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા યોજાનાર આગામી કાર્યક્રમોને અનુલક્ષીને રૂપરેખા માર્ગદર્શન આપશે.
- ઉપરોક્ત બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા વિશેષ ઉપસ્થિત રહી યુવા મોરચાના સંગઠનાત્મક કાર્યક્રમોની વિગતવાર છણાવટ કરશે. રાજ્ય સરકાર દ્વારા યુવા લક્ષી અનેકવિધ યોજનાની માહિતી આપવામાં આવશે.
- શિંગાળા વધુમાં જણાવે છે કે, મીટીંગ બાદ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી તેમજ પડધરી તાલુકા વિસ્તારોના પ્રવાસ સમયે કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજવામાં આવશે.
- ઉપરોક્ત કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના યુવા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું. તમામ કાર્યક્રમોમાં સરકાર ની ગાઈડલાઈન્સ મુજબ યોજવામાં આવશે. તમામ કાર્યકર્તાઓએ માસ્ક, સેનેટાઈઝર સાથે રાખવું. તેમ રાજકોટ જીલ્લા યુવા ભાજપ અધ્યક્ષ સતીષભાઈ શિંગાળાએ અનુરોધ કરેલ છે.