સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ અંતે ઘોર નીંદરમાંથી જાગ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના કારોબાર સામે હવે કેટલાક અંશે ખનિજ વિભાગ જાગ્યું છે અને એક બાદ એક કોલસાના ગેરકાયદેસર ખનન પર દરોડા પાડી મુદ્દામાલ જપ્ત કરાઇ રહ્યો છે ત્યારે ફરી એક વખત મૂળી પંથકના વગડીયા ગામે ખનિજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર દરોડો કરી ચરખીના ચાર લોખંડના પાઇપ, એક કમ્પ્રેશર તથા 1024.42 મેટ્રિકટન કોલસાનો જથ્થા સહિત કુલ 8.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સંજયભાઈ ભુપતભાઈ બાટીયા રહે: વગડીયા વાળાને ઝડપી પડી ત્યાં હાજર નહિ મળી આવેલ સોમાભાઈ બીજલભાઈ બાટીયા તથા બકાભાઈ છોટાભાઈ બાંભવા સહિત કુલ ત્રણ વિરૂદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.