ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-17)
ખનિજ વિભાગના અધિકારીઓ અને કલેક્ટર પર પણ જીવલેણ હુમલો કર્યો હતો
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ઓથ હેઠળ ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન માં સંડોવાયેલ ઈસમો પર રાજકીય નેતાઓના ચાર હાથ હોવાના લીધે ખનિજ માફીયાઓ કોઈનાથી ડરતા ન હોવાના કિસ્સા અનેક વખત પ્રકાશમાં આવ્યા હતા. આ ખનિજ માફીયાઓ ગેરકાયદેસર ખનન કરવાની સાથે એટલા માથાભારે હોય છે કે જો કોઈ જાગૃત નાગરિક અથવા તો પર્યાવરણ પ્રેમી આ ખનિજ ચોરી અટકાવવા પ્રયાસ કરે તો તેના પર હુમલો કરવામાં જરાય ડરતા નથી. ખનિજ ચોરીની સાથે દાદાગીરી કરતા ખનિજ માફિયાઓની એટલા હદે દાદાગીરી છે કે અગાઉ આ માફીયાઓ દ્વારા ખાણ ખનિજ વિભાગ અને તત્કાલીન જિલ્લા કલેકટર કે.રાજેશ પર પણ જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ હુમલાની ઘટના તો માત્ર પોલીસ ચોપડે નોંધાયેલા છે પરંતુ એવા અનેક હુમલા અને ખનિજ ભરેલા વાહનો અધિકારીઓ તથા કર્મચારીઓ પર ચડાવી દેવાના પ્રયાસો થયા છે જે અંગે કોઈ ફરિયાદ કે સરકારી રેકર્ડ નથી. ત્યારે આ કોલસાનું ખનન કરતા ખનિજ માફિયાઓની દાદાગીરી એટલી વણસી ચૂકી છે કે ખનિજ ભરેલું વાહન મોડી રાત્રે જો હાઇવે પરથી તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી પકડે તો તરત જ ખનિજ માફીયાઓ હથિયાર લઈને આવે અને તંત્રના અધિકારી પાસેથી ખનિજ ભરેલું વાહન છોડાવી નાશી જવાના બનાવો પણ બનવા પામ્યા હતા. કેટલીક વખત તરીના અંધારાનો લાભ લઈ ખનિજ મફીયાઓ રોડ પર ખનિજ વાહન કરતા હોય અને જો કોઈ અધિકારીની ગાડી પીછો કરે એટલે રોડ પર જ ખનિજનું વાહન ખલી કરી વાહન ભગાડી જાય છે. જોકે આ પ્રકારના કિસ્સામાં ખનિજ માફીયાઓ પર ફરિયાદ પણ થાય ત્યારે મામલો થાળે પડ્યા બાદ રાજકીય આગેવાનોની ભલામણથી પૂર્ણ વિરામ પણ કરી નાખવામાં આવે છે. ત્યારે ખાનીજ માફીયાઓ જો તંત્રના અધિકારીઓને ગાઠતા ન હોય તો પછી સામાન્ય લોકો સાથે કઈ પ્રકારનો વ્યવહાર કરતા હશે તે બાબત અહી સૌ કોઈ જાણે જ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેકટર અને પોલીસ વિભાગનો જો આ ખનિજ માફિયાઓને જરા પણ ડર હોત તો વર્ષ 2023માં કોલસાના પુરાવામાં આવેલા કૂઆ ફરીથી શરૂ થયા ન હોત!