સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફર્લો ટીમ દ્વારા શખ્સને લીમડીથી ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફલો ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ આર.એચ.ઝાલા, અસ્લમખાન મલેક સહિતનાઓ દ્વારા પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પાટડી પોલીસ મથકમાં છેતરપિંડી અને ઠગાઇના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો પ્રધ્યુમનસિહ ઉર્ફે પીન્ટુ રણજીતસિંહ ભાટી રહે: લીમડી વાળા હાલ લીમડી – રાજકોટ હાઇવે પર બોડિયા ગામના બોર્ડ પાસે હોવાની બાતમીના આધારે શખ્સને ઝડપી પાડી પાટડી પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
જોરાવરનગર પોલીસ મથકના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફલો ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ આર.એચ.ઝાલા, અસ્લમખાન મલેક અજયસિંહ સહિતનાઓની ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ રૂકાવટના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો પ્રવીણ સગરભાઈ કુંમાદરા રહે: વસ્તડી(વઢવાણ) વાળો હાલ સુરેન્દ્રનગર ખાતે હોવાની બાતમીના આધારે શખ્સને ઝડપી પાડી જોરાવરનગર પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.