64 હજારના દારૂ સહિત 1.14 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે એક જ રાતમાં ત્રણ દરોડા પાડી બે શખ્સોને ઝડપી લઈ 64 હજારના દારૂ સહિત 1,14,200નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા. પીએસઆઈ એમ જે હૂણ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે શિવનગર આજી નદીના કાંઠે ઓરડીમાં દરોડો પાડી ખોડિયારનગર આજી વસાહતના વિજય આપાભાઈ ખુમાણને 43,200ના દારૂ સાથે ઝડપી લીધો હતો જ્યારે કોઠારીયા રોડ પર રહેતા ભાવેશ ઉર્ફે ભૂરો છગનભાઇ વાવડીયાને 17 હજારના દારૂ અને વાહન સાથે ઝડપી લઈ 67 હજારનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે 4000નો દારૂ મૂકી નાસી છૂટેલા કલેશ ઉર્ફે ક્લો જેશાભાઈ ડાભીની શોધખોળ હાથ ધરી છે આ કામગીરીમાં એએસઆઈ મયૂરભાઈ પલારીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિહ ઝાલા, હરદેવસિહ રાઠોડ, કિરતસિહ ઝાલા, કરણભાઈ મારુ, ઘનશ્યામસિહ ચૌહાણ, વીરેન્દ્રસિહ જાડેજા, હરદેવસિહ રાણા, રાહુલગીરી ગોસ્વામી, ગિરિરાજસિહ જાડેજા, યુવરાજસિહ રાણા, વિજયભાઇ મેતા, કુલદીપસિહ જાડેજા, દેવરાજભાઈ કાળોતરા, વાલજીભાઇ જાડા નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકી સહિતનાઓ જોડાયા હતા.



