“નિર્માણ મલ્ટીસ્ટેટ” ખાનગી કંપનીના સંચાલકો રૂપિયા લઈ છુમંતર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યમાં જે પ્રકારે ઇણ ગ્રુપના કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે તે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક ખાનગી કંપની દ્વારા મહિલાઓના રૂપિયા લઈ ઓફિસ પર તાળા મારી દીધા છે. જેમાં ધ્રાંગધ્રા પંથકમાં “નિર્માણ મલ્ટીસ્ટેટ” નામની ખાનગી કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારોના ભોળા ગ્રામજનો પાસે છ મહિનાઓ સુધી દર મહિને બર હજાર રૂપિયા રોકી સારું વળતર આપવાની લોભામણી જાહેરાતો આપી છેતર્યા છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના જ લગભગ 100 મહિલાઓ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. મેથાણ ગામના મહિલાઓ પાસે દર મહિને બાર હજાર રૂપિયા લઈ સતત છ મહિના સુધી આ રૂપિયા ભરપાઇ કરવા સાથે એક હજાર રૂપિયા વીમા પેટે એમ એક મહિલા પાસેથી 73 હજાર રૂપિયા લીધા બાદ મહિલાઓને 98 હજાર રૂપિયા આપશે તેમ લોભામણી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરી ખાનગી કંપનીના સંચાલકો નાશી છૂટ્યો હતા જ્યારે આ છેતરપિંડી આચરનાર કંપની દ્વારા રાજ્યના જુદી જુદી જગ્યાઓ પર એજન્ટ અને ઓફિસો હોવાનું પણ ભોગ બનનાર મહિલાઓને જણાવ્યું હતું પરંતુ જ્યારે 73 હજાર રૂપિયા આપ્યા સમયગાળા પૂર્ણ થયે રૂપિયા પરત લેવા જતા ઓફિસ પર અલીગઢી તાળા માર્યા હતા અને કંપની સંચાલકોનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો જેથી મહિલાઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની જાણ થઈ હતી.
- Advertisement -
BZ ગ્રુપ માફક લોકોને ચૂનો લગાડતી વધુ એક કંપનીનું કરનામો ધ્રાંગધ્રા ખાતે સામે આવ્યો છે જેમાં કામોની દ્વારા માટે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે જ 100 વધુ મહિલાઓ પાસે આશરે 70 લાખથી વધુ રૂપિયા ખંખેર્યા હતા તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના અન્ય 64 ગામો અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તપાસ થશે ત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.