સરકારી દસ્તાવેજો ઈન્ટરનેટ પર નહી મુકાય
આ પ્રકારે કોઈ થર્ડ પાટી એપ.નો ઉપયોગ નહી : અબ્દુલ્લા સરકારનો વિચિત્ર નિર્ણય
- Advertisement -
જમ્મુ-કાશ્મીર સરકારે સરકારી કામકાજમાં જી.મેલ તથા વોટસએપના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ ઈલેકટ્રોનીક મિડીયા મારફત સંવેદનશીલ માહિતી તથા દસ્તાવેજ ‘લીક’ થઈ શકે છે અને તેની ગુપ્તતા જળવાતી નથી. તેથી સરકારે આ નિર્ણય લીધો હોવાનો દાવો થયો છે. રાજય સરકારે તેના તમામ કર્મચારીઓને આ પ્રકારના થર્ડ પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ નહી કરવા ખાસ આદેશ આપ્યા છે.
આ માધ્યમો ગુપ્તતાના માપદંડ પુરા પાડતી નથી. ટોપ સીક્રેટ દસ્તાવેજો ઈન્ટરનેટ મારફત લેવડદેવડ થઈ શકશે નહી પણ ફકત કલોઝ નેટવર્ક મારફત જ લેવડ દેવડ કરી શકશે. સરકારે તેના આદેશનું પાલન જરૂરી દર્શાવ્યુ છે અને તે ફરજીયાત છે.