આપણે આપણી આસપાસની દુનિયા સાથે સતત વિકસિત અને સમાયોજિત થઈ રહ્યા છીએ અને આ પ્રક્રિયા દરમ્યાન આપણે અપનાવેલા અનુકુલનોનો રેકોર્ડ આપણી શરીર રચનામાં સચવાયેલ હોય છે. અલબત્ત, ઉત્ક્રાંતિની આ પ્રક્રિયા અદ્રશ્ય હોય છે જે નરી આંખે દેખાતી નથી પરંતુ તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર આપણી નજર સમક્ષ ઉત્ક્રાંતિ નોંધી શકાય છે. અહીં માનવશરીરમાં એક ખાસ પ્રકારની ઉત્ક્રાંતિ થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે કેટલાક વાતાવરણ એવા છે જે આપણને અસ્વસ્થ બનાવી શકે છે. વાતાવરણીય દબાણમાં નોંધપાત્ર ઘટાડાને કારણે દરેક શ્વાસ સાથે ઓછો ઓક્સિજન મળે છે જેની પ્રતિક્રિયા રૂપે પર્વતારોહકો ઘણીવાર ઊંચાઈની બીમારીનો ભોગ બને છે. તેમ છતાં આપણે જોઈએ છીએ કે તિબેટના ઉચ્ચપ્રદેશ પર, હવામાં ઓક્સિજનનું સ્તર મેદાન પ્રદેશો કરતા ઘણું ઓછું હોય છે તો પણ ત્યાં માનવ સમુદાયો સતત વિકસી રહ્યા છે, તંદુરસ્ત જીવન જીવી રહયા છે. કુદરત સાથે અનુકૂલન સાધતી શરીર રચનાનો આ જીવતો પુરાવો છે. આ વિસ્તારમાં 10,000 થી વધુ વર્ષોથી લોકો વસવાટ કરે છે, અને ત્યાં રહેતા લોકોના શરીરરચનામાં એવા પરિવર્તન આવતાં રહ્યા છે કે તેઓ તે વાતાવરણ સાથે અનુકૂલન સાધીને જીવી શકે છે. સામાન્ય રીતે ઊંચાઈ પર હવાના ઓછા દબાણને કારણે મોટાભાગના લોકોના શરીરના પેશીઓમાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચતું નથી, જેના કારણે ગંભીર શારીરિક પરિસ્થિતિ સર્જાય છે જેને હાયપોક્સિયા તરીકે ઓળખાય છે. યુ.એસ.માં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રી સિન્થિયા બીલ ઘણા વર્ષોથી હાયપોક્સિક જીવનની પરિસ્થિતિઓ પ્રત્યે માનવ પ્રતિભાવનો અભ્યાસ કરી રહ્યાં છે. નવા સંશોધનમાં, તેણે અને તેની ટીમે તિબેટીયન સમુદાયોમાં કેટલાક અનન્ય અનુકૂલનનો ખુલાસો કર્યો છે કે હાયપોક્સિયાનો તણાવ માનવશરીર માટે ગંભીર પુરવાર શકે છે
પરંતુ આ ઊંચાઈવાળા પ્રદેશમાં રહેતા લોકોનું હાયપોક્સિયા માટે અનુકૂલન રસપ્રદ છે, હેને સાયન્સ એલર્ટને જણાવ્યું હતું કે કેવી રીતે અને શા માટે આપણી પ્રજાતિઓમાં આટલી બધી જૈવિક વિવિધતા છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. ચોક્કસ ભૌગોલિક વાતાવરણનાં સંદર્ભમાં વ્યક્તિની સફળતાને મહત્તમ બનાવતા લક્ષણો એવી સ્ત્રીઓમાં જોવા મળે છે જેઓ ગર્ભાવસ્થા અને બાળજન્મના તણાવને સહન કરવા સક્ષમ હોય છે. તિબેટીયન અંગેના આ તારણને શોધવા માટે, સંશોધકોએ તંદુરસ્ત ઉત્ક્રાંતિના એક પરિમાણ પર પ્રકાશ પાડ્યો એ છે પ્રજનન સફળતા, કે જે મહિલાઓ જીવિત બાળકોને જન્મ આપે છે તેઓ તેમના લક્ષણો આગામી પેઢીને આપે છે. બીલ અને તેની ટીમે 46 થી 86 વર્ષની વય વચ્ચેની 417 મહિલાઓનો અભ્યાસ કર્યો જેઓ આખી જીંદગી નેપાળમાં લગભગ 3,500 મીટર (11,480 ફીટ)ની ઉંચાઈ પર જીવી છે. સંશોધકોએ જીવંત જન્મોની સંખ્યા તેમજ આરોગ્ય અને શારીરિક માહિતી અને માપન રેકોર્ડ કર્યા. જેમ્સ જે.યુ. કહે છે કે આપણે નેપાળમાં લો મંથાંગ ખાતે તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર આપણી નજર સમક્ષ મનુષ્યોને વિકસિત થતા જોઈ રહ્યા છીએ. આ સ્ત્રીઓમાં વધુ બાળકોને જન્મ આપે તેવી શક્યતાઓ અધિક હોય છે; અને તે બાળકો, જેમને તેમની માતા પાસેથી વારસામાં જીવિત રહેવાના લક્ષણો મળ્યા છે, તેઓ પુખ્તાવસ્થા સુધી ટકી રહેવાની અને આગલી પેઢીમાં લક્ષણો પસાર કરવાની શક્યતા વધારે છે. આ પ્રાકૃતિક પસંદગીનું કાર્ય થોડું વિચિત્ર અને વિરોધાભાસી હોઈ શકે છે; (અહીં એક બીજા ઉદાહરણ તરીકે, જ્યાં મેલેરિયા સામાન્ય છે
- Advertisement -
ત્યાં સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધારે છે, કારણ કે તેમાં મેલેરિયા સામે રક્ષણ આપતું જનીન સામેલ છે.)તેઓએ જે વસ્તુઓનું માપન કર્યું તેમાં હિમોગ્લોબિનનું સ્તર, લાલ રક્ત કોશિકાઓમાં હાજર પ્રોટીન કે જે પેશીઓમાં ઓક્સિજન વહન કરવા માટે જવાબદાર છે. તેઓએ એ પણ માપ્યું કે હિમોગ્લોબિન દ્વારા કેટલો ઓક્સિજન વહન કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, જે મહિલાઓમાં સૌથી વધુ જીવંત જન્મ દર જોવા મળ્યો હતો તેઓમાં હિમોગ્લોબિનનું સ્તર ન તો ઊંચું હતું કે ન તો ઓછું હતું, પરંતુ પરીક્ષણ જૂથ માટે સરેરાશ હતું.પરંતુ હિમોગ્લોબિનનું ઓક્સિજન સેચ્યુરેશન વધારે હતું. પરિણામો સૂચવે છે કે અનુકૂલન એ છે કે રક્તને જાડું કર્યા વિના કોષો અને પેશીઓમાં ઓક્સિજન પહોંચાડવામાં મહત્તમ સક્ષમ છે – જે હૃદય પર વધુ તાણ લાવશે કારણ કે તે પ્રવાહ માટે વધુ પ્રતિરોધક ઉચ્ચ સ્નિગ્ધતા પ્રવાહીને પંપ કરવા માટે સંઘર્ષ કરશે. પહેલા એવું સમજવામાં આવતું હતું કે ઓછું હિમોગ્લોબિન સેચ્યુરેશન લાભદાયી છે પરંતુ હવે જાણીએ છીએ કે મધ્યમ મૂલ્ય સૌથી વધુ લાભદાયી છે. આ શોધ અણધારી હતી કે જે સ્ત્રીઓ અન્ય ઓક્સિજન પરિવહન લાક્ષણિકતાઓના અનુકૂળ મૂલ્યો ધરાવે છે, તો પણ તેમના બાળકો ઓક્સિજન પરિવહન લાક્ષણિકતાઓના ઓછા મૂલ્યો સાથે જન્મી શકે છે.” સૌથી વધુ પ્રજનન સફળતા દર ધરાવતી સ્ત્રીઓમાં ફેફસાંમાં લોહીનો પ્રવાહ પણ ઊંચો હતો, અને તેમના હૃદય સરેરાશ ડાબા વેન્ટ્રિકલ્સ કરતાં પહોળા હતા, હૃદયની ચેમ્બર જે શરીરમાં ઓક્સિજનયુક્ત રક્ત પમ્પ કરવા માટે જવાબદાર છે. આ બધાને એકસાથે લેવામાં આવે તો, આ લક્ષણો ઓક્સિજનના પરિવહન અને વિતરણના દરમાં વધારો કરે છે અને માનવ શરીરને હવામાં રહેલા ઓછા ઓક્સિજનનો મહત્તમ ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે. તેમની આ લાક્ષણિકતાને કારણે તણાવ વગરના, મેદાન પ્રદેશવાળા વાતાવરણમાં વસવાટ કરતી સ્ત્રીઓ જેવી જ શારીરિક વિજ્ઞાન ધરાવતી નેપાળી સ્ત્રીઓ પ્રજનન સફળતાનો સૌથી વધુ દર ધરાવે છે. બીલ કહે છે કે આ એક સતત ચાલતી પ્રાકૃતિક પસંદગીનો કેસ છે, આ પ્રકારની આબાદી કેવી રીતે અનુકૂલન કરે છે તે સમજવાથી માનવ ઉત્ક્રાંતિની પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે.