ચાર જિલ્લાનાં 23 પરીક્ષાકેન્દ્રો પર પરીક્ષા પારદર્શી રીતે યોજાય તેવું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા પીજી, બી.એડ સેમેસ્ટર-01 તથા અનુસ્નાતક અને બીએડ, એલએલબી કક્ષાએ અભ્યાસ કરતા યુનિ., સંલગ્ન કોલેજોનાં સેમેસ્ટર-ત્રણનાં વિદ્યાર્થીઓની પરિક્ષાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. પીજી, બીએડ સેમેસ્ટર-1 તેમજ પીજી, બીએડ, એલએલબી, સેમેસ્ટર-3ની પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે પરીક્ષા પધ્ધતિમાં પરિવર્તન સાથે સરળીકરણ આવે તે દિશામાં યુનિ. દ્વારા પરીક્ષા પધ્ધતિનાં સઘળા માપદંડોને અનુસરીને પરીક્ષાલક્ષી ક્વેશન પેપર ડીલીવરી સીસ્ટમ નવી પધ્ધતિથી અમલવારી કરી છે.જેનાં પરિપાક સ્વરૂપ યુનિ. સંલગ્ન કાર્યક્ષેત્રીય ગિરસોમનાથ, પોરબંદર, દૈવભુમિ દ્વારકા જિલ્લાની વિવિધ કોલેજોનાં પરિક્ષાર્થિઓ જે પરીક્ષાકેન્દ્ર ખાતે ત્યાં ઈ-મેઇલ દ્વારા નિશ્વિત સમયે પેપર રવાનગી કરવામાં આવ્યા છે. યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ પરિક્ષાનાં પ્રારંભ સાથે બહાઉદ્દિન વિનયન અને વિજ્ઞાન કોલેજનાં પરીક્ષા કેન્દ્રોની પ્રત્યક્ષ મુલકાત લઇ પરિક્ષા કાર્યપધ્ધતિ, પ્રશ્નાપેપર પ્રાપ્ત કરવા કે તેને પ્રિન્ટ કરવામાં અગવડતા નથી પડીને તેની જાત માહિતી મેળવી હતી. સાથે પરિક્ષા પધ્ધતિમાં સલામતિનાં, સાવચેતિનાં વિષયો અંગે પરિક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.