ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને અન્ય પદાધિકારીઓએ આ ફિલ્મ નિહાળી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં વર્ષ 2002માં ઘટેલી ગોધરા દુર્ઘટનાનું સત્ય સામે લાવવા પ્રસારિત થયેલી હિન્દી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ સંપૂર્ણ ટેકસ ફ્રી કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. બુધવારની સમી સાંજે અમદાવાદ મહાનારપલિકા દ્વારા તમામ કોર્પોરેટરો ને આ ફિલ્મ બતાવવા આયોજન થયું હતું. શહેરના સિટી ગોલ્ડ થિએટરમાં પ્રસારિત થયેલી ફિલ્મ નિહાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સહિત તમામ માટે સત્ય જણાવવાના ઉમદા હેતુ સાથે પ્રસારિત ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યા બાદ આ અંગે ટ્વીટમાં સંદેશો પાઠવી ફિલમ ટેક્સ મુક્ત કરવા જાહેરાત કરી છે.
- Advertisement -
ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો આધારિત બનેલી આ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ છે. ફિલ્મ નિહાળવાના પ્રસંગે અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, અને હસમુખ પટેલ તેમજ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્યો પણ જોડાયા હતા.
ફિલ્મ નિહાળવા ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સાથે, તેમના પિતા અને ફિલ્મ અભિનેતા જીતેન્દ્રકુમાર અને સાથી કલાકારો પણ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર અને જીતેન્દ્ર કુમારે ફિલ્મના મેકિંગ અને કોન્સેપ્ટ અંગે ચર્ચા કરી હતી. ગૃહરાજ્ય હર્ષ સંઘવી અને શહેર ભાજપના પ્રમુખ અમિત શાહે ફિલ્મમાં ઉજાગર કરવામાં આવેલ સત્યતા બદલ ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર અને સમગ્ર સ્ટાર કાસ્ટ ટીમને અભિનંદન આપ્યા હતા.