બેંક કર્મચારીની ઓળખ આપી લૉનના પૂરા પૈસા મળી જશે કહી પૈસા પડાવી લેતો
ગઠિયા સામે 5.32 લાખની છેતરપિંડીની વધુ પાંચ પોલીસ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ફાયનાન્સ કર્મચારીની ઓળખ આપી તુરંત જ લોન પાસ કરાવી દેવાનું કહી મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોનની રકમ જમા કરાવી જો તમારે પૂરે પૂરી રકમ જોઈતી હોય તો થર્ડ પાર્ટીમાં ટ્રાન્સફર કરો એટલે બએ ત્રણ દિવસમાં તમારા ખાતામાં લોનની પૂરે પૂરી રકમ જમા થઈ જશે તેવા વચન આપી પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઇ આચારતો ગઠિયો સક્રિય થયો હોય તેમ આ ઠગ સામે 5.32 લાખની છેતરપિંડી અંગે વધુ 5 ફરિયાદ નોંધાઈ છે ગત શનિવારે પણ એક ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાઈ હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મવડી પાળ રોડ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ કવાર્ટરમાં રહેતા વિમલ હસમુખભાઈ સિધ્ધપુરાએ ભકિતનગર પોલીસમાં મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે ભક્તિનાગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને રૂ.1 લાખની જરૂરીયાત ઉભી થતા શખસને કહ્યું હતું જેથી તેઓ પાસેથી જરૂરી ડોકયુમેન્ટ મેળવ્યા બાદ મોબાઈલ એપ્લીકેશનમાં પ્રોસેસ કરી બાદ તેઓ પાસેથી તેના ગુગલ પે નો પીન મેળવી લઈ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા બાદ ત્રણ દિવસ પછી ફરિ આવીને અન્ય એપમાં પ્રોસેસ કરી તેઓના ખાતામાં જમા થયેલ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી અને એક મહિના બાદ તેઓને બેંક ખાતામાંથી પેનલ્ટીપેટે રૂ.3 કપાઈ જતા તેઓએ શખસને ફોન કરી વાત કરતા તેણે કહ્યું કે હું પ્રોસેસ કરી નાખું છું હવે ફોન કે મેસેજ નહીં આવે તેમ વાત કરી હતી. અઠવાડિયા પછી શખસે પોતાનો ફોન બંધ કરી દેતા તેઓએ બેંકમાં જઈ તપાસ કરતા સઘળી હકકીતની જાણ થઈ હતી. શખસે તેઓના ફોનમાંથી ઓનલાઈન રૂ.33,195ની લોન લઈ પોતાના ખાતામાં રૂપિયા જમા કરી લીધા હતા આમ આ શખસે આનંદ મુકેશભાઈકાચા પાસેથી રૂ.22,540, આનંદ નરશીભાઈ પાનખાણીયા પાસેથી રૂ.11,370 અને તેઓ પાસેથી રૂ.33,195 રૂ.67000ની લોન લેવડાવવાના બહાને છેતરપીંડી આચરી હોવાની વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ગઠીયાની શોધખોળ હાથ ધરી છે
આ ઉપરાંત જય ભોલેનાથ સોસાયટીમાં રહેતા રોહિતભાઈ રાઘવભાઈ ચૌહાણ ઉ.28એ સાયબર ક્રાઇમ પોલીસમાં મહાવીરસિહ જિતેન્દ્રસિહ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી નવી એપમાંથી 2.20 લાખની અને રિંગ પે નામની એપમાંથી 50 હજારની લોન પાસ કરાવડાવી હતી અને તે પછી અલગ અલગ કયુંઆર કોડ મારફતે આરોપીએ મારા ખાતામાં જમા થયેલ લોનની રકમમાંથી પોતાના ખાતામાં 2,59,153 રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી તેમજ રાજદીપ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ બાબુભાઇ ઠૂમર ઉ.39એ ઉપરોક્ત આરોપી વિરુધ્ધ માલવિયાનગર પોલીસમાં 1,33,327ની છેતરપિંડી અંગે અને ઘંટેશ્વરમાં રહેતા લક્ષ્મીનારાયણ વિજય ઠાકુરએ ઉપરોક્ત આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં 72,980 રૂપિયાની છેતરપિંડી અંગે ફરિયાદ
નોંધાવી છે.