પ્રભાસ પાટણમાં ગૌશાળા ડિમોલિશન મામલો: ભગવાન તંત્રને સદબુદ્ધિ આપે અને વર્ષો પહેલા થયેલા ઠરાવ મુજબ આ જગ્યા કોળી સમાજને સોંપી દેવાય તેવી માંગ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રભાસ પાટણમાં ગૌશાળા ડિમોલેશનનાં ત્રીજા દિવસે ગૌશાળા મેદાન ખાતે આંદોલન સ્થળે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું .. ભગવાન તંત્રને સદબુદ્ધિ આપે અને કોળી સમાજને 1994માં મોરારજીભાઈ દેસાઈ જે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા તેમણે આપેલી જગ્યા પર ડિમોલેશન ન કરાય અને કોળી સમાજને સોંપી દેવાય તેવી માંગ સાથે આંદોલનમાં કથા યોજાઈ.
પ્રભાસ પાટણમાં પાલિકા દ્વારા ડિમોલેશન કરવાની તૈયારી સાથે આવેલ તંત્રએ અડધી ગાયોને શિફ્ટ કરાઈ હતી અને બાકીની જગ્યા ગૌશાળા મંદિર વગેરે ખાલી કરવા સૂચના આપતા મામલો ગરમાયો હતો. ત્યારે આંદોલનનાં ગઈ કાલ ના ત્રીજો દિવસ થયો છે ત્યારે બહોળી સમાજમાં કોળી સમાજના ભાઈ બહેનો અન્ય લોકો સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના લોકોએ મળી આંદોલન સ્થળે કથા નું આયોજન કર્યું હતું અને તંત્રને સદબુદ્ધિ મળે અને વર્ષો પહેલા થયેલા ઠરાવ મુજબ આ જગ્યા કોળી સમાજને સોંપી દેવાય તેવી માંગ સાથે આજે આંદોલન સ્થળે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું.