પાટણ નજીક કેન્દ્ર બિન્દુ:મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ
ગુજરાતમાં બનાસકાંઠાનાં પાટણ નજીક મોડી રાત્રે 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા ફફડાટ સર્જાયો હતો. લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ધરતીની ધ્રુજારી સુરેન્દ્રનગર સુધીનાં વિસ્તારોમાં અનુભવાઈ હતી.
- Advertisement -
ગુજરાત સ્થિત સિસ્ટમોલોજીકલ વિભાગે જાહેર કર્યું હતું કે રાત્રે 10.15 વાગ્યે અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાટણની દક્ષિણ-દક્ષિણ પશ્ર્ચિમે 13 કિલોમીટર દુર માલુમ પડયુ હતું. ભુકંપથી કોઈ જાનહાની કે નુકશાનીનાં અહેવાલ નથી છતાં તેની તીવ્રતા 4.2 ની હોવાથી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર સુધી ધ્રુજારી અનુભવાઈ હતી.
મોડીરાત્રે ભૂકંપના આંચકાને પગલે સમગ્ર વિસ્તારમાં ઈમારતો ધણધણી ઉઠી હતી. અને ભયભીત લોકો ઘરની બહાર દોડી ગયા હતા.મકાનો-ઈમારતોમાં બારી-દરવાજા ખખડયા હતા. લોકો ઘણા વખત સુધી ઘરની બહાર જ રહ્યા હતા.
શિયાળાનું આગમન શરૂ થતાની સાથે જ રાજયમાં ભૂકંપનાં આંચકા શરૂ થયા છે. સામાન્ય રીતે કચ્છમાં ધરતીકંપનુ પ્રમાણ વધુ હાયે છે આ વખતે ઉતર ગુજરાતમાં પાટણ નજીકનાં આંચકાને પગલે ભૂસ્તર વિભાગની ટીમ તપાસ માટે મોકલવામાં આવે તેવા સંકેતો છે.