ધારાસભ્ય અને સાંસદે પણ અનેકવાર રજૂઆત કરી છે, કામગીરી ન થતાં લોકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
વંથલીમાંથી પસાર થતા સોમનાથ રાજકોટ નેશનલ હાઇવે પર સર્વિસરોડ ન હોવાથી અનેકવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે સોમનાથ રાજકોટ નેશનલ હાઇવે વંથલી પાસે પસાર થાય છે ત્યારે વંથલી જુનાગઢ તરફ જતા ડાબી સાઈડના રસ્તા પર અનેક કચેરી સહીત સ્કૂલ પણ આવેલ હોય આ રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે અને ટૂંક સમયમાં અહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત થવાનું હોય અને સામેની સાઈડ પર સહજાનંદ સોસાયટી તેમજ રહેણાંક વિસ્તાર આવેલ છે.
- Advertisement -
સર્વિસ રોડ ન હોવાથી લોકોએ 3 કિમી જેટલું ફરવું પડે છે જેને લીધે અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે આ રોડ પર ડીવાઈડર તોડી નાખવામાં આવ્યા છે જેમાંથી બાઈક ચાલકો જોખમી રીતે નીકળતા હોયજેને લઈ આ રસ્તા પર જીવલેણ અકસ્માત સર્જાવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે વંથલી પંથક બાગાયત વિસ્તાર હોય અહીં કેરી, રાવણા, ચીકુ, સીતાફળની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ અવરજવર કરે છે ભવિષ્યમાં કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં આ રોડ પર સર્વિસ રોડ બનાવવા અનેકવાર લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના સ્નેહમિલન સમયે પણ આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પણ કેન્દ્રીયમંત્રીને આ આ અંગે રજૂઆત કરી આ સર્વિસ રોડ બનાવવા યોગ્ય કરવા જણાવ્યું છે ભૂતકાળમાં વંથલીના લોકોની માંગણીને ધ્યાને લઇ તે સમયે માજી સાંસદ રમેશભાઈ ધડુકે પણ પરિવહન મંત્રી તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીને આ અંગે પત્ર લખી આ નેશનલ હાઇવે પર સર્વિસરોડ બનાવવા રજૂઆત કરી હતી પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હજી કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઇ લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.