ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી રાજકોટ નાગરિક સહકારી બેન્કની તા. 17-11ના રોજ ડિરેકટરની ચૂંટણીના સહકાર પેનલના 21 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનાગડ, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસિયા, ગોવિંદભાઇ પટેલ, પ્રવિણભાઇ માકડીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના કાર્યકારી ચેરમેન જિમ્મીભાઈ દક્ષિણી, વિજય કોમર્શિયલ બેંકના ચેરમેન નિકુંજભાઈ ધોળકીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના પૂર્વ ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, હસુભાઈ દવે, નરેન્દ્રભાઇ દવેએ તમામ ઉમેદવારોેને વિજયી ભવ:ના આશીર્વાદ આપ્યા હતા. તમામ ઉમેદવારો જેમાં માધવભાઈ દવે, ચંદ્રેશભાઇ ધોળકિયા, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, ભૌમિકભાઈ શાહ, કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા, ચિરાગભાઈ રાજકોટિયા, વિક્રમસિંહ પરમાર, હસમુખભાઈ ચંદારાણા, દેવાંગભાઈ માંકડ, ડો. એન. જે. મેઘાણી, જીવણભાઈ પટેલ, જ્યોતિબેન ભટ્ટ, કિર્તીદાબેન જાદવ, નવીનભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી, હસમુખભાઈ હિંડોચા, બ્રિજેશભાઈ મલકાણ, લલીતભાઈ વોરા સહિતના તમામ ઉમેદવારોને ગુજરાત રાજ્યના બાળ સુરક્ષા મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ ટેલિફોનિક વિજયી ભવ:ના આશીર્વાદ આપ્યા હતા. તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી ચકાસણી સુધીની જવાબદારી કિરીટભાઇ પાઠક, મયુરભાઈ ભટ્ટએ જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું.



