દેશની વધતી વસતિ અને સરેરાશ આયુષ્ય પણ વધતા રાજરોગ હવે ‘આમ – રોગ’ બન્યો
વિશ્વમાં પણ ડાયાબીટીક લોકોની સંખ્યા 80 કરોડથી પાર થઈ 82.8 કરોડ : ભારત બાદ ચીન – અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા : યુરોપના અનેક ઉંચી આવક ધરાવતા દેશોમાં ડાયાબીટીક લોકોની સંખ્યા ઘટી
- Advertisement -
એનેમીના વધવા પાછળ અનેક કારણ : ફાસ્ટીંગ ગ્લુકોઝ આપવાના માપદંડમાં ફેરફાર પણ દર્દીઓ વધારી દીધા: મહિલા અને પુરૂષ હવે લગભગ સમાન સ્તરે
વિશ્વમાં ડાયાબીટીસ એક છુપા છતા ખતરનાક રોગ તરીકે સતત આગળ વધી રહ્યો છે અને ભારતમાં તે ખતરાની ઘંટી વગાડે છે. દેશમાં 21.2 કરોડ ડાયાબીટીસ દર્દીઓ સાથે તે વિશ્વમાં સૌથી વધુ ડાયાબીટીસ ધરાવતો દેશ બની ગયો છે જયારે બીજા ક્રમે 14.80 કરોડ લોકો સાથે બીજા ક્રમે છે અને અમેરિકામાં પણ હવે ડાયાબીટીક દર્દીઓ વધી રહ્યા છે અને તેની કુલ સંખ્યા 4.20 કરોડ લાન્સેટ દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ ‘સત્ય’ બહાર આવ્યું છે. આ સર્વે મુજબ ટાઈપ ટુ ડાયાબીટીસ જે વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલો છે તેનાથી ટાઈપ વન પ્રકારના ડાયાબીટીસથી પીડાતા લોકોની સંખ્યા 80 કરોડથી વધીને 82 કરોડ આસપાસ પહોંચી ગઈ છે. જયાં ભારત 21.20 કરોડ અને ચીન 14.8 કરોડ લોકો સાથે પ્રથમ બે ક્રમે છે.
અમેરિકા બાદ ચોથા ક્રમે પાકિસ્તાન આવે છે. જયાં 3.60 કરોડ લોકો ડાયાબીટીસથી વિકાસ છે. ઈન્ડોનેશિયામાં 2.50 કરોડ બ્રાઝીલમાં 2.20 કરોડ લોકો એક સમયે ‘રાજરોગ’ ગણાતા આ રોગથી પિડાય છે. ભારતમાં ડાયાબીટીસ ઝડપથી આગળ વધી રહ્યો છે. 1990 તે 11.9% લોકોને સંક્રમીત કર્યો હતો. હવે દેશના 23.7% લોકો તેનાથી પીડાય છે.
- Advertisement -
આ અભ્યાસ સાથે સંકળાયેલા ભારતના ડો. વી.મોહન વાસ્તવમાં ભારતમાં ડાયાબીટીક દર્દીઓની સંખ્યા એટલી વધી નથી પણ ડાયાબીટીસ માપવા માટેના માપદંડમાં ફેરફાર કરાયા છે તેથી આટલી મોટી સંખ્યામાં લોકો ડાયાબીટીક હોવાનું બહાર આવ્યું છે. ફાસ્ટીગ-ગ્લુકોઝ-ખાલી પેટે લોહીમાં શર્કરાનું પ્રમાણ આપવાની જે પદ્ધતિ છે તે બદલાઈ છે પણ ભારતીયો ડાયાબીટીક વધી હોય તેમાં કોઈ આશ્ર્ચર્ય નથી. કારણ કે દેશની વસતિ પણ વધુ છે. ડાયાબીટીક લોકો વધુ હોય તે મુદો નથી પણ આ રોગ કોમ્પ્લીકેટેડ છે તે મુદો છે.
આ ડેટા મેળવવા 18 વર્ષ કે તેથી વધુ વયના 14 કરોડ લોકોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે 1990 થી 2022 વચ્ચે ગ્લોબલ ડાયાબીટીક રેટ પણ વધ્યા છે. પુરુષોમાં તે 6.8% માંથી 14.3% અને મહિલાઓમાં 6.9%માંથી 13.9% થયો છે. ઉપરાંત વસતિ વધારો અને લોકો લાંબુ જીવન જીવવા લાગ્યા છે તે પણ એક કારણ છે. વાસ્તવમાં વિશ્વમાં ડાયાબીટીકની એક જ પેટર્ન જોવા મળી નથી. આ અભ્યાસમાં જણાવ્યું કે ઉંચી આવક ધરાવતા દેશો જાપાન, કેનેડા અને પશ્ચિમ યુરોપના ફ્રાન્સ, સ્પેન અને ડેનમાર્કમાં દર્દીઓ વધ્યા નથી. ઉલટાનું કેટલાક દેશોમાં ઘટયા છે. જયારે ઓછી આવક ધરાવતા દેશોમાં યુવા વર્ગમાં ડાયાબીટીસનું પ્રમાણ ઉંચુ રહ્યું છે.