એક સમયે વિદેશી પર્યટકોથી ખીચોખીચ જોવા મળતા ગોવાના બીચો પર શાંતિ છવાઈ : સ્થાનિક વેપારીઓમાં ચિંતા : સમસ્યા માટે ટેક્સી માફિયા તરીકે ઓળખાતો સમૂહ જવાબદાર ?
દેશમાં પર્યટકોનું મનપસંદ સ્થળ એવા ગોવામાં અચાનક વિદેશી પ્રવાસીઓ ઘટી કેવી રીતે ગયા? રાજ્યમાં વિદેશી પર્યટકોના આગમનમાં 60 ટકા જેટલો ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે ખીચોખીચ જોવા મળતા બીચો પર શાંતિ છવાઈ ગઈ છે. આ સાથે જ સ્થાનિક વેપારીઓ પોતાના વ્યવસાયના ભવિષ્યને લઈને પણ ચિંતામાં પડી ગયા છે.
- Advertisement -
રમણીય બીચોથી લઈને યુનિક સાંસ્કૃતિક મિશ્રણ સુધી ગોવા દાયકાઓથી ભારત આવતા વિદેશી પ્રવાસીઓ માટે રજાઓમાં ફરવા માટે મનગમતા સ્થળોની યાદીમાં સામેલ રહ્યું છે.
ગોવાએ દર વર્ષે દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કર્યા છે. પરંતુ હાલના દિવસોમાં આ રાજ્યમાં પર્યટન ઉદ્યોગ ખતરાની ઝપેટમાં જોવા મળી રહ્યો છે. કારણ કે પર્યટક ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ચૂક્યો છે.
વર્ષ 2019માં ગોવાએ લગભગ 9.4 લાખ વિદેશી પર્યટકોને આવકાર્યા હતા પરંતુ વર્ષ 2023ના નવેમ્બર સુધીમાં આ આંકડો અડધા કરતા પણ વધુ ઘટીને ફક્ત 4.03 લાખ રહી ગયો. જ્યારે ગોવામાં પર્યટનનો ઘણો ખરો હિસ્સો વિદેશી પર્યટકો પર નિર્ભર છે.
- Advertisement -
ગોવાના એક સ્થાનિક વેપારી રામાનુજ મુખર્જીએ વિદેશી પર્યટકોની સંખ્યામાં મોટા ઘટાડાને દર્શાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે વિદેશી પર્યટકોએ પહેલેથી જ રાજ્યને છોડી દીધુ છે. રશિયન અને બ્રિટિશ જે વાર્ષિક આવતા હતા તેમણે હવે તેમની જગ્યાએ શ્રીલંકાને પસંદ કર્યું છે.
ગોવાના પર્યટન ઉદ્યોગને સ્થાનિકલોકો ટેક્સી માફિયા કહેવાતા સમૂહથી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક શક્તિશાળી સમૂહ છે જે પર્યટકો અને રહીશો બંનેની કિંમત પર રાજ્યની ટેક્સી સેવાઓ પર હાવી રહે છે. આ ટેક્સી ઓપરેટરોએ પોતાના વધતા ભાડા, મીટરવાળી સેવાઓની કમી અને સરકારી નિયમોની અવગણના માટે ખુબ બદનામી મેળવી છે.
ગોવા આવતા અનેક પર્યટકો ખાસ કરીને વિદેશીઓએ તેમના કારણે અનેકવાર ખરાબ સ્તરની લડાઈનો સામનો કરવો પડે છે. તેનાથી તેમને લાગે છે કે તેમના વધુ પૈસા જઈ રહ્યા છે અને તેમનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. એક્સા એક યૂઝરે ટુરિસ્ટ વચ્ચે વધતી નિરાશાને જણાવતા કહ્યું, કે ગોવા સ્થાનિક ટેક્સી માફિયા અને પ્રશાસનના ગઠબંધનના કારણે બરબાદ થઈ ગયું છે.