ડ્રાય ફ્રુટ્સ પૃથ્વી પર લાખો વર્ષોથી મૌજુદ છે, અને માનવી હજારો વર્ષોથી યોગ્ય રીતે તેની ખેતી કરે છે. સામાન્ય રીતે ડ્રાયફ્રુટનું નામ પડે એટલે જાત જાતની મીઠાઈઓ અને પોષણયુક્ત ભારે ખોરાક તરીકે તેનો વિચાર આવે પરંતુ આજના યુગમાં ડ્રાયફ્રુટનો ઉપયોગ બદલાયો છે. હવે, ચુસ્તતા વધારવા તેમજ વજન ઘટાડવા અને તંદુરસ્ત જીવન શૈલીની તંદુરસ્ત આહાર શૈલીમાં ડ્રાયફ્રુટની ગણતરી થાય છે. ડ્રાય ફ્રુટ્સ બે પ્રકારના હોય છે, એક સૂકા ફળો જેમ કે કિસમિસ, , ખજૂર, અંજીર, જરદાળુ. અન્ય બીજ, જેને આપણે નટ્સ કહીએ છીએ, જેમ કે કાજુ, અખરોટ, બદામ. ડ્રાય ફ્રૂટ્સનું નામ પડે એટલે આપણા મગજમાં કાજુ, કિશમીશ, પિસ્તા,અખરોટ, બદામ, અંજીર, અખરોટ વગેરે નામો આવે. આજે આપણે આ નામો સિવાયના, ઓછા જાણીતા પરંતુ વધુ સ્વાસ્થ્યપ્રદ વિવિધ ડ્રાય ફ્રૂટ્સ વિશે જાણીએ. *હેઝલનટ* એક પ્રકારનું નટ છે, હેઝલનટ. આ ફળ મીઠાશ પડતો સ્વાદ ધરાવે છે અને આછા ભૂરા અને સફેદ રંગના હોય છે. તે ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે. તે વિટામિન ઊ અને એન્ટીઑકિસડન્ટનો ખૂબ જ સારો સ્ત્રોત છે. ઓઇલ, પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર હેઝલનટ હેઝલ વૃક્ષ (કોરીલસ એવેલાના) પર થતું નટ કેટેગરીનું ફળ છે જે મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડથી સમૃદ્ધ છે અને સામાન્ય રીતે તેનો ખોરાકના એક તરીકે ઉપયોગ થાય છે. તેમાં મળતા અન્ય પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન બી6, થાઇમીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ અને સેલેનિયમ મળી આવે છે. તેમાં રહેલાં એન્ટીઑકિસડન્ટો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે સુગર લેવલ ઘટાડે, હૃદય માટે ફાયદાકારક, બ્લડ પ્રેશરમાં ઉપયોગી અને હાડકા મજબૂત બનાવે છે. લોકો ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, ઉન્માદ, સ્થૂળતા અને અન્ય હેતુઓ માટે હેઝલનટનો ઉપયોગ કરે છે. વજન ઘટાડવા એક વર્ગ દ્વારા હેઝલનટ અને તેના તેલનો વપરાશ કરવામાં આવે છે જ્યારે ઘણાનું માનવું છે કે હેઝલનટ ખાવાથી અથવા હેઝલનટ તેલનું સેંવન શરીરનું વજન ઘટાડવામાં મદદરુપ નથી. અન્ય ઘણા હેતુઓ માટે હેઝલનટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે મદદરૂપ થઈ શકે છે કે કેમ તે કહેવા માટે તેમજ ગર્ભાવસ્થા તેમજ અથવા સ્તનપાનના તબક્કામાં હેઝલનટનો ઉપયોગ સલામત છે કે કેમ તે અંગે મતમતાંતર છે. તેને એલર્જન, એલર્જી કરનાર માનવામાં આવે છે જેનાથી ગંભીર પ્રતિક્રિયાઓ શક્ય છે. ભારતીય બજારમાં તેની કિંમત કિલોગ્રામ દીઠ સોળસોથી લઈને પચીસો રૂપિયા છે. બ્રાઝિલ અથવા બ્રાઝિલિયન નટ્સ* બ્રાઝિલ અથવા બ્રાઝિલિયન નટ્સ બ્રાઝિલ, બોલિવિયા અને પેરુના એમેઝોનરેઈનફોરેસ્ટમાં જોવા મળતા વૃક્ષના નટ્સ છે. ચીકાશ પડતી અને માખણ જેવી રચના અને વિશેષ સુગંધ તેમજ સ્વાદ વાળા આ નટને સામાન્ય રીતે કાચા અથવા બાફેલા ખાવામાં આવે છે. ભારતીય બજારોમાં બ્રાઝીલ નટનો ભાવ 2500થી લઈને ચાર હજાર સુધીનો બોલાય છે.
બ્રાઝિલ નટ્સ ખૂબ પૌષ્ટિક અને ઊર્જાદાયક છે
- Advertisement -
કેલરી, પ્રોટીન,ફેટ, કાબ્ર્સ, ફાઇબર, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, ઝીંક,થિયામીન, વિટામિન ઈ ઉપરાંત બ્રાઝિલ નટ્સમાં સેલેનિયમ પણ ભરપૂર માત્રામાં છે. માત્ર એક નટમાં 96 માઇક્રોગ્રામ (ળભલ), જે મોટા ભાગના અન્ય હેલ્થી નટમાં સરેરાશ 1 એમસીજી કરતાં ઓછું હોય છે. વધુમાં, બ્રાઝિલ નટ્સમાં કોન્સન્ટ્રેટ મેગ્નેશિયમ, કોપર અને ઝીંક હોય છે તેમજ હેલ્થી ફેટનો ઉત્તમ સ્ત્રોત છે તેમાં મોટી માત્રામાં પોલી સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ છે. આ પ્રકારની ફેટ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.સેલેનિયમ એ શરીર યોગ્ય રીતે કામગીરી કરે એ માટે આવશ્યક તત્વ છે. તે થાઇરોઇડ બેલેન્સ રાખવામાં તેમજ રોગપ્રતિકારક શક્તિ અને કોશિકા વૃદ્ધિને અસર કરે છે. આ ઉપરાંત કેન્સર, ઇમફર્ટિલીટી, ઇન્ફેક્શન, હૃદયરોગ, મૂડ ડિસઓર્ડર, પ્રેગ્નન્સી વગેરેમાં ઉપયોગી તત્વ છે.બ્રાઝિલ નટ્સ શરીરમાં સેલેનિયમનું પ્રમાણ જાળવી રાખવા અને વધારવા માટે અત્યંત અસરકારક છે, જે હેઝલ નટમાં પુષ્કળ છે
બદામ કુળનો મેવો કે નટ મેકાડેમિયા
આજકાલ ખૂબ પ્રચલિત એવાં મેકાડેમિયા વૃક્ષો સૌપ્રથમ ઉત્તર-પૂર્વ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા હતા. તે વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો તેનું સેવન કરતા હતા અને તેને કિંડલ-કિંડલ નામે ઓળખાતા પરંતુ અંગ્રેજોએ આ ખાસ બદામના વૃક્ષનું નામ ડો. જોન મેકાડમના નામ પરથી મેકાડેમિયા નટ્સ રાખ્યું હતું.આ વૃક્ષની ઉત્પત્તિ ભલે ઑસ્ટ્રેલિયામાં થઈ હોય, પરંતુ તેની વ્યાવસાયિક ખેતી સૌપ્રથમ અમેરિકાના હવાઈમાં શરૂ થઈ હતી. વાસ્તવમાં, હવાઈની આબોહવા મેકાડેમિયા નટ્સ માટે સૌથી યોગ્ય છે.હવાઈ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાંથી મેકાડેમિયા નટ્સ સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે. મેકાડેમિયા વજનને ઘટાડવામાં મદદ કરે છે. નટ્સ તેમની હાઈ ફેટ ક્ધટેન્ટને કારણે વધુને વધુ લોકપ્રિય બન્યા છે, જે અન્ય બદામ કરતાં ઘણી વધારે હોય છે. આ કારણોસર, શરૂઆતમાં લોકો મેકાડેમિયા નટ્સને બિનઆરોગ્યપ્રદ માનતા હતા. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તેની ચરબી કોલેસ્ટ્રોલ ફ્રી છે. 100 ગ્રામ મેકાડેમિયા નટ્સ 75.8 ગ્રામ ફેટ પ્રદાન કરે છે, જેમાંથી 58.9 ગ્રામ મોનોસેચ્યુરેટેડ ફેટ છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મેકાડેમિયા નટ્સમાં પાલમિટોલિક એસિડ હોય છે, જે પાચનતંત્રને સુધારે છે અને શરીરમાં ઇન્સ્યુલિનના સ્વસ્થ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. આમાંથી મળતું પ્રોટીન વાળ, ત્વચા અને નખ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેકાડેમિયા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે. બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે.મેકાડેમિયા નટ્સમાં રહેલું ફોલેટ ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફોલેટ અથવા ફોલિક એસિડ બાળકને જન્મ સમયે થતા અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે.100 ગ્રામ મેકાડેમિયા નટ્સમાં 6 ગ્રામ સુધી ડાયેટરી ફાઈબર મળી આવે છે, જે પાચનને યોગ્ય રાખે છે અને કબજિયાતને દૂર રાખે છે. ભારતિય બજારમાં તે પાત્રીસોથી લઈને પિસ્તાલીસો રૂપિયે કિલોના ભાવે મળે છે.
ગોઝી બેરી
ગોઝી બેરી ચીનના વતની છે, જો કે તેના મૂળ દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા જમીનની રચનામાં ફેરફારને કારણે, તેનાં રસ ઝરતાં ફળોને પૂર્વ એશિયાના અન્ય વિસ્તારોની જેમ અહીંની આબોહવા હવે વધુ માફક નથી આવતી. હિમાલય, મોંગોલિયા અને તિબેટ વિશ્વના મોટા ભાગના ગોજી બેરીનું ઉત્પાદન કરે છે. યુએસ અને ન્યુઝીલેન્ડમાં માત્ર થોડા ખેડૂતો જ ગોજી બેરી ઉગાડે છે; નાના ચળકતા રંગના બેરીને ’વુલ્ફબેરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી નામ “ગોજી” કદાચ મેન્ડરિન ચાઈનીઝ ગૌકી (ઉચ્ચાર લજ્ઞજ્ઞ-ભવયય) પરથી આવ્યું છે. ગોજી બેરી, બોટનીકલી લાયસિયમ બાર્બરમ તરીકે ઓળખાય છ. *તેને “પૃથ્વી પરનો સૌથી વધુ પોષક તત્વોથી ભરપૂર ખોરાક” ગણવામાં આવે છે અને વિશ્વના કોઈપણ ખોરાક કરતાં તેમાં સૌથી વધુ એન્ટીઑકિસડન્ટ સામગ્રી છે.* ગોજી બેરીમાં ઝેક્સાન્થિન, પોલિસેકરાઇડ્સ, પ્રોટીઓગ્લાયકેન, ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન અને ઝિંક જેવા ખનિજો હોય છે. અને તેમાં બીટા કેરોટીન જેવા કેરોટીનોઈડ હોય છે. ગોજી બેરીનો ઇતિહાસ પરંપરાગત ચીની ચિકિત્સા સાથે જોડાયેલો છે. તે અહીં હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. ગોજી બેરી વિશે કેટલીક વધુ બાબતો: સદીઓથી ચાઇનીઝ દવામાં ઉપયોગમાં લેવાતા, આ નાના ટીપા આકારના બેરી લાંબા આયુષ્ય માટે ખાવામાં આવે છે અને તિબેટમાં વિવિધ બિમારીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. તિબેટ, મોંગોલિયા અને ચીનના નિંગ્ઝિયામાં તહેવારો દરમિયાન ગોજી બેરી ઉત્સવ ઉજવવામાં આવે છે. પ્રાચીન પૂર્વ એશિયાઈ દવામાં, ગોજી બેરીને ચિંતા, નબળાઇ, અનિંદ્રામાં ઔષધ તરીકે અપાય છે.હિમાલયમાં, ગોજી બેરીને “હેપ્પી બેરી” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બેરી ખાવાથી સુખાકારીની લાગણી થાય છે.
- Advertisement -
ગોજી બેરીમાં વિશ્વના તમામ ખાદ્યપદાર્થોમાં ત્રીજા સ્થાને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવાની ક્ષમતા સાથે, ગોજી બેરીમાં નારંગી કરતાં પાંચસો ગણું વધુ વિટામિન સી, પાલક કરતાં વધુ આયર્ન અને ગાજર કરતાં વધુ બીટા-કેરોટિન હોય છે. જો કે ફળમાં દુર્લભ , ગોજી બેરીમાં વિટામિન ઇ પણ હોય છે. એશિયન બેરીમાં આખા ઘઉં કરતાં વધુ પ્રોટીન હોય છે. ગોજી બેરીમાં બીટા-સિટોસ્ટેરોલ નામનું લિપિડ અથવા ફેટી એસિડ હોય છે, જે અતિશય વૃદ્ધિ પામેલા (એટલે કે કેન્સરગ્રસ્ત) કોષોનું કદ ઘટાડવામાં અને એલડીએલ કોલેસ્ટ્રોલને (જેને “ખરાબ” કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે) ન ઘટાડવામાં મદદ કરે છે. ગોજી બેરીમાં 18 એમિનો એસિડ હોય છે, જે પ્રોટીનના બિલ્ડીંગ બ્લોક્સ છે, જેમાં જીવન માટે જરૂરી એમિનો એસિડનો સમાવેશ થાય છે. આ બેરીઝ પાવડર ફોર્મમાં અથવા ડ્રાઇડ ફોર્મમાં મળે છે. ઉપરાંત તેને વિવિધ ફૂડ સપ્લીમેન્ટ્સ તેમજ જ્યુસ બ્લેન્ડ સાથે પણ મિક્સ કરવામાં આવે છે. તેના ભાવ કિલોગ્રામ દીઠ અઢારસોથી લઈને ત્રણ હજાર સુધીના હોય છે.
ક્રેનબેરી
મોટે ભાગે ઉત્તરીય યુએસમાં. અને દક્ષિણ કેનેડા ક્રેનબેરી પાકે છે જે મીઠા પાણીમાં વેલા પર ઉગે છે. ઉત્તર અમેરિકાન મૂળનું આ ફળ અમેરિકન ક્રેનબેરી (વેક્સિનિયમ મેક્રોકાર્પોન) ત્યાં સામાન્ય રીતે વેચાતા ફળોમાંનું એક છે જે છે. અમેરિકનોએ તેનો ઉપયોગ ખોરાક, ડાઇંગ ફેબ્રિક અને દવા માટે પ્રથમ કર્યો હતો. દરિયામાં સ્કર્વીથી બચવા માટે ખલાસીઓ આને ખાતા હતા. આજે, દર વર્ષે યુ.એસમાં લગભગ 40,000 એકરમાં તે ઉગે છે. શરીર કાર્બોહાઇડ્રેટ્સને ગ્લુકોઝ નામની સાદી ખાંડમા રૂપાંતર કરે છે, જે શરીરનું મનપસંદ બળતણ છે. ક્રેનબેરીમાં મોટાભાગની કુદરતી શર્કરા પહેલેથી જ ગ્લુકોઝના સ્વરૂપમાં છે. ક્રેનબેરીમાં રહેલું ક્રેનબેરીમાં કેન્સર સામે લડતા ઘણા એન્ટીઑકિસડન્ટો પણ હોય છે. ક્રેનબેરીને તેમનો કિરમજી રંગ આપવા ઉપરાંત, આ શક્તિશાળી સંયોજનો મુક્ત રેડિકલને ઘટાડી શકે છે જે હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને અન્ય ક્રોનિક પરિસ્થિતિઓ તરફ લઈ જતાં ફ્રી રેડીકલ્સને ઘટાડે છે. આ ઉપરાંત યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માં તેમજ કિડનીને લગતી તકલીફોમાં તે ખૂબ જ અસરકારક છે. આંતરડા મજબૂત તેમજ મેટાબોલિઝમ વ્યવસ્થિત કરે છે. ક્રેનબેરીમાં પોલિફીનોલ્સ પણ જોવા મળે છે અને આ એક તત્વ છે જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. જો ક્રેનબેરીને રોજના આહારમાં સામેલ કરવામાં આવે તો હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.આહારમાં ક્રેનબેરી ઉમેરવાની ઘણી બધી રીતો છે. જેમ કે સૂકા ક્રેનબેરી, ક્રેનબેરીનો રસ અને તૈયાર ક્રેનબેરી સોસ, વર્ષભર ઉપલબ્ધ હોય છે. ક્રેનબેરીનો આનંદ માણવાની સૌથી આરોગ્યપ્રદ રીત છે તેને તાજી ખાવી. ગુણવત્તાયુક્ત ક્રેનબેરી હજારથી લઈને બે હજાર રૂપિયે કિલોના ભાવે મળે છે.
પેકન નટ્સ ફાઇબરથી સમૃદ્ધ છે, તેથી તે પાચનક્રિયામાં ખૂબ મદદરૂપ છે
બ્લેક બેરી
બેરી એ પોષણનો ખજાનો છે, જે એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર છે. બ્લુબેરી સૌથી વધુ ધ્યાન ખેંચે છે, પરંતુ બ્લેકબેરી – ઘેરા રંગ માટે જાણીતી છે – પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો આપે છે. તેમાં ફાઈબર વધુ અને કેલરી ઓછી હોય છે.બ્લેકબેરી ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ છે – આ સંયોજનો જે છોડ પોતાને બચાવવા માટે ઉત્પન્ન કરે છે – જેમાં પોલિફીનોલ્સનો સમાવેશ થાય છે, જેમાં એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને હૃદય-રક્ષણ ગુણધર્મો છે. બ્રેઇન તેમજ હોર્મોનલ સ્વાસ્થ્ય માટે
ઉપયોગી છે.
બ્લુબેરી
બ્લુ બેરી ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તે ઘણા ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. તેમાં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે, જેની શરીરને વિવિધ કાર્યો માટે ઉપયોગી છે. બ્લુબેરી નાની, ગોળાકાર અને વાદળી રંગની હોય છે. આ ફળને નીલબદ્રી પણ કહેવામાં આવે છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવાથી, તે તમને શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. બ્લૂબેરીમાં સેલિસિલિક એસિડ નામનું તત્વ જોવા મળે છે, જે ચહેરા પરથી ખીલ, ફોડકી અને તેના જેવી સમસ્યાઓને દૂર રાખે છે. હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ, મગજને કાર્યક્ષમતા પુરી પાડે છે. શરીરમાં ક્રોનિક બળતરા ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગ સહિત ઘણા રોગોના જોખમને વધારવા માટે જવાબદાર છે. બ્લુ બેરી બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે તેમજ લો-બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગનું જોખમ ઘટાડે છે અને વજન નિયંત્રણમાં મદદરૂપ છે.
પ્રુન્સ
ડ્રાઇડ પ્લમને પ્રુન્સ તરીકે ઓળખવામાં આવે છે. તે દેખાવમાં સખત અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પ્રુન ઘણા પોષક તત્વો, ખનિજો અને વિટામિન્સ ધરાવે છે. તેમાં વિટામીન અ અને ઊં ભરપૂર માત્રામાં તેમજ પોટેશિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. હેલ્ધી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, હેલ્ધી ફેટ, સોડિયમ, નેચરલ શુગર અને વિટામીનથી ભરપૂર પ્લમ્સ ખૂબ આરોગ્યપ્રદ છે.ઑસ્ટિયોપોરોસિસ, એનિમિયા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. પ્રુન્સમાં બોરોન નામનું ખનિજ હોય છે, જે તમારા સ્નાયુઓ માટે જરૂરી છે. જો તમને સતત સ્નાયુઓમાં દુખાવો લાગે છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં બોરોનની ઉણપ છે જેમાં પ્રુન્સનું સેવન ઉપયોગી થાય છે. ભારતીય બજારોમાં પંદરસોથી લઈને પચીસ્સો રૂપિયે કિલો તેની કિંમત છે.
પેકન્સ
અખરોટ જેવા દેખાતા પેક્ધસ મહત્વનું ડ્રાય ફ્રુટ્ છે. માત્ર સ્વાદિષ્ટ જ નહીં આકર્ષક પણ લાગે છે. પેકનને હિન્દીમાં ભીદુરકાષ્ઠ ફળ કહેવાય છે. પેકન ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે વિટામીન ઊ, પ્રોટીન, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે. પેક્ધસના ઘણા સ્વાસ્થ્ય લાભો છે: જો કે, કાજુ, કિસમિસ, બદામની જેમ, તેમની લોકપ્રિયતા ભારતમાં ઘણી ઓછી છે અથવા આપણે કહી શકીએ કે તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. કારણ કે આ ડ્રાય ફ્રુટ્સ મૂળ અમેરિકાના છે. પેકન નટ્સ ફાઇબરથી સમૃદ્ધ છે, તેથી તે પાચનક્રિયામાં ખૂબ મદદરૂપ છે. પેક્ધસ આર્થરાઈટીસના દુખાવાને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. ડાયાબિટીસને દૂર રાખવામાં મદદરૂપ પેકન ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે અને હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. પેક્ધસનું સેવન ઘણી રીતે કરી શકાય છે. મુઠ્ઠીભર પેક્ધસ સીધા જ ખાઈ શકો છો અથવા તેને નાસ્તા તરીકે લઈ શકો છો. વિવિધ વાનગીઓમાં તે ઉમેરી શકાય છે. ત્રણ હજારથી લઈને પાંચ હજાર રૂપિયે કિલો તેની કિંમત છે.
ટર્કી અંજીર
આ એક સૂકા અંજીર છે જે ટર્કીના ઇઝમીર પ્રદેશનું મૂળનીવાસી ફળ છે. ટર્કિશ ફિગ તરીકે ઓળખાતાં આ અંજીર એક લોકપ્રિય ડ્રાઇડ સ્નેક છે:ટર્કિશ અંજીરમાં ફાઈબર, પોટેશિયમ અને વિટામિન અ, ઇ1 અને ઇ2 ભરપૂર છે તેમજ મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને ફોસ્ફરસ પણ હોય છે. ટર્કિશ અંજીર ફળ તરીકે ખાઈ શકાય છે અથવા સલાડ, મીઠાઈઓ, બેકડ સામાન અને ચીઝ પ્લેટરમાં ઉમેરી શકાય છે. કિલોગ્રામના અઢારસોથી લઈને ત્રણ હજાર રૂપિયા તેની કિંમત છે
ચીલગોઝા(પાઈન નટ્સ)
ઉત્તર પશ્ચિમ હિમાલય, પૂર્વ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળે છે. ચિલગોઝા ચીડ અથવા સનોબર પ્રજાતિના વૃક્ષના નાના, લંબચોરસ ફળો છે. વિશ્વના મોટાભાગના દેશો આ ફળથી વંચિત છે પરંતુ કિન્નર કૈલાશ નજીકના વાસ્પામાં અને સતલજ ખીણમાં કરછમ નામના સ્થળે પાઈન નટ્સથી ભરેલું જંગલ છે. ચિલગોઝાની અંદર મધુર અને સ્વાદિષ્ટ ગર હોય છે અને તેની ગણતરી સૂકા ફળોમાં થાય છે. સ્થાનિક ભાષામાં પાઈન નટ્સને ન્યોજા કહેવામાં આવે છે. પાઈન નટ્સના વૃક્ષો હજારો વર્ષનો ઇતિહાસ ધરાવે છે. વનસ્પતિશાસ્ત્રના ઇતિહાસકરો માને છે કે પાઈન નટ્સનો ખોરાકમાં સમાવેશ કરવાનો ઈતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. તેમને માંસ, માછલી અને શાકભાજીમાં ઉમેરીને અને રોટલીમાં શેકીને રાંધવામાં આવતા. ઇટાલીમાં તેને પિગ્નોલી કહેવામાં આવે છે અને તે ઇટાલિયન પેસ્ટો સોસનો મુખ્ય ઘટક માનવામાં આવે છે. જ્યારે અમેરિકામાં તે પિનોલી તરીકે ઓળખાય છે અને તેનો ઉપયોગ પિનોલી કૂકીઝમાં થાય છે. અંગ્રેજીમાં તેને સામાન્ય રીતે પાઈન નટ કહેવામાં આવે છે. સ્પેનમાં પણ તેને બદામ અને ખાંડની મીઠાઈ પર ચોંટાડી અને શેકવામાં આવે છે. આ મીઠાઈ સ્પેનમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. હિન્દીમાં તેને ચિલગોજે કે લડડુ કહી શકાય. કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ સલાડ માટે થાય છે. પોષક તત્વોથી ભરપૂર, દુનિયાનો મોંઘામાંનો એક સૂકો મેવો ચિલગોઝા (પાઈન નટ્સ) પિસ્તા અને બદામ જેવું પરંતુ થોડું મોટું છે. પાઈન નટ્સને નિયોજા પણ કહેવામાં આવે છે. પાઈન નટ્સમાં સારી માત્રામાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક છે, કારણ કે તેમાં મેંગેનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને સેલેનિયમ હોય છે. આ ખાવાથી શારીરિક શક્તિ વધે છે. તેમાં રહેલું ફેટી એસિડ પ્રજનન ક્ષમતા જાળવી રાખીને શુક્રાણુઓને વધારે છે. હૃદયરોગ, ડાયાબીટીસ કેન્સર તેમજ ઓટો ઇમ્યુન ડીસીઝમાં ફાયદારૂપ છે. જેની કિંમત કિલોગ્રામ દીઠ નવ હજારથી લઈને પંદર હજાર સુધીની હોય છે.