563 રજવાડાના વિલિનીકરણ દ્વારા વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીના સર્જક એટલે સરદાર પટેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાન માણસો બે પ્રકાર નાં હોઇ છે કેટલાક યાદ એમના મૃત્યુ બાદ ઓછી થતી જાય છે જ્યારે કેટલાક ની યાદ મૃત્યુ પછી વધતી જાય છે સરદાર સાહેબ ની યાદ એમના મૃત્યુ બાદ દિવસે દિવસે વધતી જાય છે જાહેર જીવન વિચારો અને વ્યવહારો શુદ્ધિ વિષે એમણે જેટલી કાળજી રાખી હતી એટલી બહુ ઓછા ઓ એ રાખી હશે એથીજ એમના માં સામાન્ય માણસ પ્રત્યે ઊંડો વિશ્વાસ હતો એમની ખોટ પૂરી શકાય એમ નથી જેમ જેમ વર્ષો વીતતાં જાય છે એમની યાદ વધારે આવતી જાય છે દરેક મુસીબત નાં સમય નાં પ્રસંગે સૌ કોઈ એમને યાદ કરે છે.
- Advertisement -
અખંડ ભારત નાં શિલ્પી સરદાર પટેલે ભારત ની એકતા અખંડિતતા અને સર્વભોમિક્તા માટે ટૂંકાગાળા માં જે મહાન કાર્ય કર્યું એનો જોટો દુનિયાં નાં ઇતિહાસ માં શોધવો મુશ્કિલ છે. લોકો ને એવું કહેતા સાંભળ્યા છે કે કાશ! સરદાર હોત તો? સરદાર હોત તો કાશ્મીર નાં પ્રશ્નો ઉકેલ કયારનોય આવી ગયો હોત સરદાર ની ઉપેક્ષા થઈ હોવા છતાં સરદાર નું જીવન આ કર્યો પ્રેરક છે એમાં શંકા ને સ્થાન નથી સરદાર ઓછું બોલતા અને કામ વધુ કરતા હતા. જે દૂરંદેશીતા થી એમણે સાર્વભૌમિક ભારતનું સપનું સાકાર કરવા પોતાની નીતિ નો મક્કમપણે અમલ ના કર્યો હોત તો આજે ભારત માં કેટલા બધા રજવાડા હોત!



