આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં દર્દીઓની સુવિધામાં કરાયો વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આર. બી. કોઠારી નિદાન કેન્દ્રમાં સર્વપ્રથમ લોહીની તપાસ માટેનું લેબોરેટરી વિભાગમાં એનેલાઇઝરની લોકાર્પણવિધિ તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજય વિજયભાઇ રૂપાણી તથા સીમેન્સ કંપની ઇન્ડીયા ઝોનના મુખ્ય અધિકારી રણબીર સિન્હા તેમજ મસ્તકથી પધારેલા દાતા અનિલભાઇ શાહ, ક્લિનિકલ લેબોરેટરીના દાતા જયાબેન નાગરદાસ મનજી શાહ (ઓમાન) તથા પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ લોકાર્પણ સર્વ પ્રજાજન રાજકોટ તેમજ આમંત્રિત મહેમાનો અને ડોકટર્સ વિગેરેની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રાજકોટ તેમજ અન્ય શહેરોમાં આવતા દર્દી તથા ડોકટર્સ કવોલિટી તથા ભાવથી સંતોષ થાય એ માટે સંસ્થા દ્વારા હંમેશા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મશીનો, તે પણ સારી કંપની જેવી કે ફીલીપ્સ, સિમેન્સ, જી. ઇ., ફ્યુજી ફિલ્મ, ઓર્થો કલીનીકલ ડાયગ્નોસ્ટીકમાંથી ખરીદવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દાતા ભારતમાં એટલે કે રાજકોટમાંથી સરલાબેન હરકીશન કામદાર હ. તેમના પુત્રો નરેશભાઇ, જયેશભાઇ તથા ભાવેશભાઇ તથા ડો. ચંદ્રાબેન તથા ડો. મહેન્દ્રભાઇ વારીયા. જે. વી. શેઠીયા અને લક્ષ્મીબેન જે. શેઠીયા દાતાઓ તરફથી પણ સારી એવી મોટી રકમ મળતા અન્ય વિભાગો શરૂ થયા તેમજ ગરીબ દર્દીને રાહત મળે તે માટે યોજના પ્રમાણે દાતાઓ તરફથી રકમ મળેલ છે. તેને કોર્પસ ફંડમાં મુકેલ છે. તેમાંથી થોડી થોડી રાહત આપીએ છીએ તેમજ વૈયાવચ્ચ માટે ફંડ જુદુ રાખેલ છે. આ સંસ્થા બને ત્યાં સુધી રાહત ભાવોથી જ કામ કરે છે અને તે પણ દરેકમાં જેવી કે સોનોગ્રાફી, એકસ-રે, બ્લડ ટેસ્ટ, સીટી સ્કેન, ઓપીજી, સીબીસીટી, બી.એમ.ડી. વિગેરેમાં રાહત આપવામાં આવે છે. અને હંમેશા સંસ્થા નવી ટેકનોલોજી લાવે છે એટલે કે દર ત્રણ-ચાર વર્ષે જુનૂં મશીન બદલીને નવું મશીન વસાવે છે. અને અત્યારના જમાનાની સાથે રહે છે.



